Site icon Revoi.in

મુંબઈ રસીકરણ મામલે મોખરે- 1 કરોડ લોકોને વેક્સિન આપનાર ભારતનો પ્રથમ જીલ્લો બન્યો

Social Share

મુંબઈઃ સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી છે તેની સામે રક્ષણ આપવા માટે સમગ્ર દેશભરમાં કેન્દ્ર એ  વેક્સિનેશનની પ્રક્રિયાને  તેજ બનાવી છે ક્યારે આ મામલે મહારાષ્ટ્ર રાજ્યનો મુંબઈ જીલ્લો મોખરે જોવા મળ્યો છે, કે જેણે એક કરોડ લોકોને કોરોનાની રસી  આપનાર પ્રથમ જિલ્લો બની ગયો છે.

આ બાબતે કોવિન પોર્ટલ પર અપલોડ કરેલા ડેટા મુજબ, મુંબઈમાં અત્યાર સુધીમાં 1 કરોડ 63 લાખ 497 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી, 72 લાખ 75 હજાર 134 ને પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 27 લાખ 88 હજાર 363 લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે.

આ વેબ પોર્ટલ મળતી માહિતી પ્રમાણે મુંબઈ જિલ્લામાં 507 સ્થળોએ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાંથી 325 સરકારી કેન્દ્રો છે, જ્યારે 182 ખાનગી હોસ્પિટલો દ્વારા સંચાલિત કેન્દ્રો છે. છેલ્લા 30 દિવસમાં કોરોના વેક્સિનની મહત્તમ સંખ્યા 27 મી ઓગસ્ટના રોજ આપવામાં આવી હતી. તે દિવસે 1 કરોડ 77 લાખ અને 17 લોકોને રસી આપવામાં આવી હતી. કોવિન પોર્ટલ મુજબ 21 ઓગસ્ટના રોજ 1 કરોડ 63 લાખ 775 ડોઝ અને 23 ઓગસ્ટના રોજ 1 કરોડ 53 લાખ 881 ડોઝ આ્રપવામાં આવ્યા હતા.

અહીં વિતેલા દિવસને શુક્રવારે 422 નવા કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે 400 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. હવે કોરોનાનો એકંદર આંકડો વધીને 7 લાખ 45 હજાર 434  પર પહોંચ્યો છે જ્યારે 15 હજાર 987 થયો છે.