Site icon Revoi.in

અમદાવાદના મ્યુનિ.કર્મચારીઓએ વેક્સિન લીધી હશે તો જ પગાર મળશે

Social Share

અમદાવાદઃ શિયાળાના આગમન સાથે કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતાં શહેરમાં વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના બાગ-બગીચા, એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવામાં વેક્સિન લીધાનું સર્ટીં. હોય તેને જ પ્રવેશ અને મુસાફરી કરવા દેવામાં આવે છે. દરમિયાન  મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓને જો બીજી વેક્સિન ન લીધી હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવો સ્પષ્ટ પરિપત્ર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓએ આવા કર્મચારીઓના વેક્સિનના બંનને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. મ્યુનિ. કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આ‌વશ્યક હોવાનું જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના તમામ મ્યુનિ.ના ઝોનમાં પણ એવી સૂચના આપવામાં આવી છેકે, વેક્સિન મહાઅભિયાન હેઠળ અધિકારી- કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે. એટલું જ નહી પણ અધિકારી – કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું પ્રમાણપત્ર સબંધીત વિભાગના એચઓડી સમક્ષ રજૂ કરવાનું રહેશે. દરમિયાન કેટલાક કામદારો દ્વારા એવી દલીલ કરી હતી. કે. વેક્સિનનેશન ફરજિયાત નહી હોવા છતાં પણ આ રીતે મ્યુનિ. તંત્ર ફરજિયાત બનાવીને ગરીબ કામદારોના પગાર અટકાવે તે યોગ્ય નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હવે મ્યુનિ. તંત્રએ કર્મચારીઓ પર પણ તવાઇ લાવી છે. જો અનિવાર્ય કારણસર કોઇ કર્મચારીએ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો પછી તેમણે રસીકરણની ગાઇડલાઇન પ્રમાણે સક્ષમ સત્તાના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહશે અને તે સર્ટિફિકેટ ગ્રાહ્ય રાખવામાં આવશે.