Site icon Revoi.in

રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે

Social Share

રાજકોટ :રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાશે. જાણકારી અનુસાર આ કાર્યક્રમ 10 થી 18 ડિસેમ્બર સુધીમાં યોજાશે. સરધાર મહોત્સવમાં 100 કિલો સોનુ અને 200 કિલો ચાંદીથી મંદિરમાં સિંહાસન બનાવવામાં આવ્યા.

જો કે આગામી 11 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આવશે. સરધાર મહોત્સવમાં એક લાખ લોકો એકી સાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,કોરોનાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા છે.અને ભક્તોએ પણ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે.