Site icon Revoi.in

મુસ્લિમો પહેલા હિન્દુ જ હતા પરંતુ આપણે ધર્મ પરિવર્તન કર્યુઃ ગુલામ નબી આઝાદ

Social Share

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે રાજ્યની વસ્તીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ ઘણો જૂનો છે. ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો અને 600 વર્ષ પહેલા બધા કાશ્મીરીઓ પંડિત હતા. તેમણે કહ્યું કે બધા હિંદુઓમાંથી જ ધર્માંતરિત થયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા ભારતમાં હિંદુ ધર્મ ઇસ્લામ કરતા ઘણો જૂનો છે. ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો. અહીં બધાએ હિંદુ ધર્મ છોડી દીધો છે. આપણું શરીર ભારત માતાની માટીમાં ભળી જાય છે, તો ક્યાં હિંદુ અને ક્યાં મુસ્લિમ. અહીં બધું માટીમાં ભળી જાય છે.

આઝાદે વધુમાં કહ્યું કે, “અમે બહારથી નથી આવ્યા. આ માટીની જન્મયા છીએ. આ માટીમાં જ રાખ થઈ જવાના છીએ. ભાજપના કેટલાક નેતાએ કહ્યું હતું કે કેટલાક બહારથી આવ્યા છે, કેટલાક અંદરથી આવ્યા છે. ત્યારે મે તેમને કહ્યું કે,  અંદર કે બહારથી કોઈ આવ્યું નથી. હિંદુઓને અગ્નિદાહ આપવામાં આવે છે. ત્યાર બાદ અવશેષો પાણીમાં વહાવવામાં આવે છે. તે પાણી અલગ-અલગ જગ્યાએ જાય છે.

ગુલામ નબી આઝાદે ધર્મને રાજકારણ સાથે જોડનારા નેતાઓ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “રાજકારણમાં જે ધર્મનો સહારો લે છે તે કમજોર છે. જેને પોતાનામાં વિશ્વાસ છે, તે ધર્મનો સહારો નહીં લે. જે સાચો છે, તે કહેશે કે હું આગળ શું કરીશ, કેવી રીતે કરીશ. વિકાસ લાવશે. પરંતુ જે નબળો છે તે કહેશે કે હું હિંદુ છું કે મુસ્લિમ. તેથી જ મને મત આપો.”