Site icon Revoi.in

દમણ ફરવા માટે ગયેલા નડિયાદના પરિવારને હોટલના રૂમમાં કરંટ લાગતા પિતા-પૂત્રના મોત

Social Share

નડિયાદઃ શહેરનો એક પરિવાર દમણ ફરવા માટે ગયો હતો, દરિયાઈ બીચ પર ફરીને  દેવકા બીચ નજીકની એક હોટલ પર રોકાયો હતો, દરમિયાન હોટલના બાથરૂમમાં પિતા તેના 6 વર્ષના પૂત્રને લઈને નાહવા માટે ગયા હતા. જ્યાં વીજ કરંટ લાગતા પિતા-પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે આ બનાવને પગલે પત્ની દાડી જતાં તેને પણ કરંટ લાગતા ઈજાગ્રસ્ત બની હતી. આ બનાવની જાણ થતાં જ હોટલનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હોટેલ વિરુદ્ધ કેસ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મોતનું સાચું કારણ જાણવા માટે એફએસએલ ટીમની મદદ લીધી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, નડિયાદના પરિવાર દમણ ફરવા માટે ગયો હતો. જ્યાં દેવકા બીચ વિસ્તારની એક હોટલમાં પરિવાર રોકાયો હતો. જ્યાં હોટલમાં રોકાણ દરમિયાન પિતા અને પુત્ર બાથરુમમાં સ્નાન કરી રહ્યા હતા. જ્યાં બાથરુમમાં વીજ કરંટ લાગ્યો હતો. પિતા અને 6 વર્ષના પુત્રનું બાથરુમમાં જ વીજ કરંટ લાગવાને લીધે મોત નિપજ્યુ હતુ. આમ દમણ ફરવા ગયેલા પરિવારમાં પળવારમાં જ માતમ છવાઈ ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  નડિયાદથી દમણ ફરવા આવેલા વાઘેલા પરિવાર સાથે મોટી દુર્ઘટના બની હતી. નડિયાદના તલાવડી વિસ્તારમાં રહેતા વાઘેલા પરિવાર શનિવાર અને રવિવારની રજા હોઈ સંઘપ્રદેશ દમણમાં ફરવા માટે આવ્યા હતા. વાઘેલા પરિવારે નાની દમણમાં આવેલી એક હોટલમાં બુકિંગ કરાવ્યું હતું. શનિવારે રાતે 35 વર્ષીય શ્રીકાંત વાઘેલા, તેમના પત્ની કિંજલ વાઘેલા અને 6 વર્ષીય પુત્ર શ્રીસેન વાઘેલાએ સીફેસ પર આવેલી હોટલમાં ચેક ઈન કર્યુ હતું. તેઓને હોટલનો 301 નંબરનો રૂમ ફાળવાયો હતો.  દરમિયાન મોડી સાંજે શ્રીકાંત વાઘેલા તેમના પુત્ર શ્રીસેન નાહવા માટે બાથરૂમમાં ગયા હતા. ત્યારે તેઓએ ઈલેક્ટ્રિક ગીઝર ચાલુ કરતાં જ તેમને કરંટ લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે, પિતા પુત્ર બાથરૂમમાં જ ઢળી પડ્યા હતા. તેથી તેમને બચાવવા પત્ની કિંજલ દોડી ગઈ હતી. તો કિંજલ વાઘેલાને પણ કરંટ લાગ્યો હતો. આ કરંટ એટલો જીવલેણ હતો કે, પિતા પુત્રનું ત્યા જ મોત થયુ હતું. બનાવને પગલે હોટલનો સ્ટાફ દોડી આવ્યો હતો. ત્વરિત એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરતા બન્ને દોડી આવ્યા હતા. અને તબીબોએ બંને પિતા-પૂત્રને મૃત જાહેર કર્યાં હતા. અને પત્ની ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર આપવામાં આવી હતી.

દમણ પોલીસે હોટલ સંચાલક સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ આઇપીસી 285 અને 304 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ 7 દિવસમાં ઇલેક્ટ્રિક સેફ્ટી ઓડિટના આદેશ કરાયા છે. આ કેસમાં એફએસએલ અને વીજ કંપનીની મદદ લેવાઈ છે, જેમાં કરંટ કેવી રીતે લાગ્યો તે તપાસવામાં આવશે. કલમ 285 (બેદરકારી) અને 304 (A) (બેદરકારીથી મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ હોટલ સીલ કરવામાં આવી છે.