Site icon Revoi.in

NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 

Social Share

 

શ્રીનગર- જમ્મુ કાશ્મીર સહીતના આસપાસના વિસ્તારોમાં આતંકીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ સામે એએલઆઈ છેલ્લા ઘણા સમયથી લાલ આંખ કરી રહી છે, આ સાથે જ ટેરર ફડિંગ મામલે તેઓ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે એનજીઓના માધ્યમની આડમાં ડેરર ફંડિંગ મામલે શ્રીનગરમાં એનએઆઈ એ દરોડા પાડ્યા હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વિતેલા દિવસને રવિવારે અહીં NGO આતંકવાદ ફાઇનાન્સિંગ કેસના સંબંધમાં દરોડા પાડ્યા હતા. જોકે, એજન્સીએ કોના ઘરે દરોડો પાડ્યો તેની વિગતો આપવામાં આવી નથી.

આ સમગ્ર ઘટનાને મામલે એક અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરી માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝના સોનવરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમની ગયા વર્ષે 23 નવેમ્બરે એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ તપાસ મામલે NIAએ કહ્યું કે કાશ્મીરમાં અમુક NGO, ટ્રસ્ટો, સોસાયટીઓ અને સંગઠનોએ અલગતાવાદી અને આતંકવાદી સંગઠનો વતી ભંડોળ એકત્ર કર્યું  છે અને ટ્રાન્સફર પણ પણ કર્યું છે. આ મામલામાં શ્રીનગરના સોનવર બાગમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 

આ સાથે જ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ વ્યક્તિના ઘરની તપાસમાં નાણાકીય વ્યવહારો સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા.આ સાથે જ હાલ પણ આ મામલાની તપાસ ચાલી રહી છે.ઘણા પુરાવાઓ મળવાની આશા સેવાઈ રહી છે.