Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ મસૂદ પેઝેશ્કિયને ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મસૂદ પેઝેશ્કિયનની ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદી કહ્યું કે, તેઓ ભારત અને ઈરાન અને વિસ્તારના લોકોના લાભ માટે ઉષ્માભર્યા અને લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પેઝેશ્કિયન સાથે નજીકથી કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી તરીકેનો હોદ્દો સંભાળવા બદલ અને ચૂંટણીમાં લેબર પાર્ટીને નોંધપાત્ર વિજય મેળવવા બદલ કીરસ્ટાર્મરને અભિનંદન પાઠવ્યા હતા.

બંને નેતાઓએ બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતાં તથા ભારત અને બ્રિટન વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધારે ગાઢ અને આગળ વધારવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. બંને નેતાઓ પારસ્પરિક લાભદાયક ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને વહેલાસર સંપન્ન કરવા કામ કરવા સંમત થયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી સ્ટારમેરને વહેલામાં વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પીએમએ ઉમેર્યું, બંને પક્ષો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને મજબૂત ભારત-યુકે આર્થિક સંબંધો બંને દેશોના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ અને વૈશ્વિક સારા માટે પ્રતિબદ્ધ છે.

Exit mobile version