Site icon Revoi.in

ભારતના ઈતિહાસના સૌથી સફળ પીએમ છે નરેન્દ્ર મોદી, આખી દુનિયા સાંભળે છે વાત: મુકેશ અંબાણી

Social Share

ગાંધીનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યુ છે કે તેઓ ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદી જ્યારે બોલે છે, તો આખી દુનિયા સંભાળે છે. તેમણે પોતાના મુંબઈથી ગુજરાત આવવાને લઈને કહ્યુ કે હું ભારતની ગેટવે સિટીથી આધુનિક ભારતના ગ્રોથના ગેટવે એટલે કે ગુજરાત આવ્યો છું. મને ગુજરાતી હોવા પર ગર્વ છે. વિદેશના લોકો જ્યારે નવા ભારતની વાત વિચારે છે, તો તેઓ નવા ગુજરાત પર પણ વિચારે છે. આખરે આ બદલાવ કેવી રીતે થયો છે? આ એક નેતાને કારણે થયું, જે દુનિયાના મહાન નેતા તરીકે ઉભરે છે.

તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના પણ વખાણ કર્યા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગત 20 વર્ષોથી આ આયોજન ચાલી રહ્યું છે. એવું કોઈપણ આયોજન નથી, જે સતત ચાલતું રહ્યું હોય. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તો સતત મજબૂત થઈ રહી છે. આ પીએમ મોદી વિઝનની દેણ છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી પણ સામેલ થયા છે. આના સિવાય ઘણાં દેશોના નેતા અને બિઝનસ લીડર્સ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન નરેન્દ્ર મોદીના ગુજરાતના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું અને ત્યારથી સતત ચાલી રહ્યું છે.

ગુજરાતની તર્જ પર હવે યુપી, ઉત્તરાખંડ સહીતના દેશના ઘણાં રાજ્યોમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે. મુકેશ અંબાણીએ સમિટમાં પોતાના ગુજરાતી કનેક્શનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે મને ગુજરાતી હોવા પર ગર્વ છે અને રિલાયન્સ હંમેશા ગુજરાતી કંપની રહેશે. તેમણે પીએમના વખાણ કરતા કહ્યુ છે કે હવે તો આખી દુનિયા કહે છે, મોદી હૈ તો મુમકિન હૈ. મુકેશ અંબાણીએ કહ્યુ છે કે રિલાયન્સે ગત 10 વર્ષોમાં દેશભરમાં 12 લાખ કરોડનું રોકાણ કર્યું છે અને તેમાથી એક તૃતિયાંશ રકમ માત્ર ગુજરાતમાં જ લગાવી છે.