Site icon Revoi.in

સતત બીજી વખત ટળ્યું નાસાનું ચંદ્ર મિશન Artemis-1,ફયુલમાં લીકેજ બન્યું કારણ  

Social Share

નાસાના ચંદ્ર મિશન આર્ટેમિસ 1નું લોન્ચિંગ ફરીથી 3 સપ્ટેમ્બર, 2022 ના રોજ મુલતવી રાખવામાં આવ્યું છે.ઇંધણ લીક થવાને કારણે આ લોન્ચિંગ અટકાવવામાં આવ્યું છે.આગામી સમયમાં ટે ક્યારે લોન્ચ થશે તે અંગે નાસાએ કોઈ નિવેદન જારી કર્યું નથી.પરંતુ કહેવાય છે કે આપણા વૈજ્ઞાનિકો લીકેજની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ પહેલા 29 ઓગસ્ટ 2022ના રોજ પણ આ જ કારણસર રોકેટનું લોન્ચિંગ રોકી દેવામાં આવ્યું હતું.વિશ્વનું સૌથી શક્તિશાળી અને સૌથી મોટું રોકેટ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ પેડ 39B પર સ્થિત છે.

આર્ટેમિસ 1 મિશનના પુનઃપ્રારંભ માટેની વિન્ડો 3 સપ્ટેમ્બર 2022 ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 11.47 વાગ્યાથી આગામી બે કલાક સુધીની હતી.હાલમાં, રોકેટના કોર સ્ટેજમાંથી લિક્વિડ હાઇડ્રોજન લીક થવાને કારણે લોન્ચિંગ રોકી દેવામાં આવ્યું છે.રોકેટમાં બળતણ તરીકે સુપર-કોલ્ડ હાઇડ્રોજન અને ઓક્સિજન ભરેલું છે.પરંતુ લીકેજના કારણે આ કામ અટકી ગયું હતું. લૉન્ચ ડિરેક્ટરે લીકને ધ્યાનમાં રાખીને આ લૉન્ચ અટકાવી દીધું છે.

આર્ટેમિસ 1 એ મંગળ પર્સિવરેન્સ રોવર પછી નાસાનું મહત્વપૂર્ણ મિશન છે.NASA સ્પેસ લોંચ સિસ્ટમ (SLS) રોકેટ દ્વારા ઓરીયન સ્પેસશીપને ચંદ્ર પર મોકલવા માંગે છે.જેથી ભવિષ્યમાં આ અવકાશયાનથી મનુષ્યને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલી શકાય.આ મિશન 42 દિવસ 3 કલાક અને 20 મિનિટનું છે.જેમાં ઓરિયન સ્પેસશીપ ધરતી થી જઈ ચંદ્રમાંના બે ચક્કર બાદ પરત ફરશે.

 

Exit mobile version