Site icon Revoi.in

મણીપુરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, કમાન્ડિંગ ઑફિસર અને તેના પરિવારના સભ્યોના મોત

Social Share

નવી દિલ્હી: મણિપુરમાં સુરજ ચંદ જીલ્લામાં એક લશ્કરી ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 46 આસામ રાફઇલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ આતંકવાદી હુમલામાં લશ્કરના વાહનમાં સવાર કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને બેહીંયાગ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.

આ આતંકી હુમલામાં 3 સૈનિકો પણ શહીદ થયા હોવાના સમાચાર છે. આસામ રાઇફલ્સનું યુનિટનું વાહન જ્યારે પસાર થઇ રહ્યું હતું ત્યારે આતંકીઓએ સેનાના વાહનને IED બ્લાસ્ટથી ફૂંકી માર્યું હતું જેમાં કર્નલ, તેમના પુત્ર-પત્ની સહિત 6 જવાનો પણ શહાદત પામ્યા હતા.

આતંકીઓએ સુરક્ષાકર્મીઓના વાહનને નિશાન બનાવ્યું હતું. આસામ રાઇફલ્સની યુનિટામાં એક ક્વિક રિએક્શન ટીમની સાથે કમાન્ડિંગ ઓફિસર અને તેમનો પરિવાર પણ સામેલ હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ હુમલાને વખોડતા મણીપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે આકરા શબ્દોમાં ટીકા કરી હતી કે, આવા કાયરાતપૂર્વકના કામને જરા પણ સાંખી લેવામાં નહીં આવે. ગુનેગારોને સજા કરવામાં આવશે. આ એક અમનાવીય આતંકી હુમલો છે જેને જરા પણ સહન ના કરી શકાય.

Exit mobile version