Site icon Revoi.in

ભારત થયું ગૌરવાન્તિત, કોવેક્સિન અને કોવિશિલ્ડને વિશ્વના 96 દેશોએ આપી માન્યતા

Social Share

નવી દિલ્હી: ભારતની કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઇને ગર્વની વાત એ છે કે આ બંને વેક્સિનને વિશ્વના 96 દેશોએ માન્યતા આપી છે. આ ઉપરાંત વેક્સિનેશન અભિયાનની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. ડોર-ટૂ-ડોરના માધ્યમથી બધા આરોગ્ય કર્મચારીઓ વેક્સિન અભિયાનને તેજ બનાવી રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધી 8 વેક્સિનને ઇયૂએલમાં સામેલ કરી છે.

વેક્સિનેશન અને કોવિશિલ્ડ-કોવેક્સિનને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ડોર-ટૂ-ડોર હેઠળ આરોગ્ય કર્મીઓ વેક્સિનેશન અભિયાનને વેગ આપી રહ્યાં છે.

WHOએ અત્યાર સુધી 8 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ યાદીમાં સામેલ કરી છે. અમને ખુશી છે કે તેમાં 2 ભારતીય વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડને સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં વિશ્વના 96 દેશોએ કોવેક્સિન તેમજ કોવિશિલ્ડને માન્યતા આપી છે.