Site icon Revoi.in

આરોપ મજબૂત પુરાવા સાથે સાબિત ના થાય ત્યાં સુધી કોર્ટની નજરમાં દરેક દોષિત નિર્દોષ છે: સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હી: ગત દિવસોમાં ઓડિશા હાઇકોર્ટે એક કથિત મામલામાં દોષિતને મુક્ત કરવાના નિર્ણયને બહાલ રાખીને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ ઇંદિરા બેનર્જી તેમજ જસ્ટિસ હેમંત ગુપ્તાની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે જણાવ્યું કે, જો તમામ સંભાવનાઓ પણ એ તરફ ઇશારા કરતી હોય કે અપરાધ, આરોપીએ જ કર્યો છે તેમ છતાં તેનો અપરાધ પુરવાર કરવા માટે એક મજબૂત પુરાવો હોવો આવશ્યક છે. ઓડિશા હાઇકોર્ટે સબુત ના હોવાથી હત્યાના બે આરોપીઓને છોડી મૂક્યા હતા. કોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. હત્યાના આરોપીઓ પર આરોપ હતો કે તેઓએ એક હોમગાર્ડની વિજળીના ઝટકા આપીને હત્યા કરી હતી. બેંચે હાઇકોર્ટના નિર્ણયને યથાવત્ રાખતા કહ્યું હતું કે શંકાના આધારે કોઇ સજાપાત્ર નથી અને આરોપી ત્યાં સુધી ગુનેગાર નથી જ્યાં સુધી તેનો દોષ મજબૂત રીતે પુરાવા સાથે સાબિત નથી થતો.

મીડિયા રિપોર્ટ અનુસાર પોતાના ચુકાદામાં કોર્ટે એક મહત્વપૂર્ણ મુદ્દો ટાંકતા કહ્યું હતું કે “કોઇપણ આરોપીની વિરુદ્વ આકરા પુરાવાના આધાર પર સંપૂર્ણપણે મામલો બને છે, એ કહેતા પહેલા એ પરિસ્થિતિઓને પણ પૂરી રીતે સ્થાપિત કરવી પડશે જેના આધાર પર અપરાધિક કૃત્ય થયું હોવાનું પરિણામ સામે આવ્યું છે અને તે આધાર પર સ્થાપિત તથ્યોને આરોપીના આપરાધિક કૃત્યની પૂર્વધારણા સાથે પણ મેળ થતો હોવો જરૂરી છે. આ રીતે કોર્ટે ગુનો સાબિત કરવા માટે પુરાવાની આવશ્યકતા દર્શાવી.

ઇન્ડિયન્સન એવિડન્સ એક્ટ, 1872 હેઠળ, પ્રૂફ બિયોન્ડ રિઝનેબલ ડાઉટ અર્થાત્ પર્યાપ્ત અને તાર્કિક શંકાથી આગળના પુરાવાઓને વિશેષજ્ઞોએ આપરાધિક મામલાઓની સુનાવણી તેમજ નિર્ણયો માટે એક મહત્વપૂર્ણ પાસા તરીકે અંકિત કર્યું છે. સમયાંતરે વિવિધ અદાલતો, ખાસ કરીને સુપ્રીમ કોર્ટે પોતાના વિભિન્ન ચુકાદામાં તેના પર ટિપ્પણીઓ પણ કરી છે અને તેને ધ્યાનમાં લઇને ચુકાદા પણ આપ્યા છે. આ જ કારણોસર અનેકવાર એવું પણ જોવા મળે છે કે જ્યારે હત્યા કે પછી કોઇ જઘન્ય કૃત્યનો દોષિત અદાલતથી છૂટે છે, તો સામાન્ય લોકો ચુકાદાથી હેરાન પરેશાન થઇ જાય છે અને અથવા ગુસ્સે થઇ જાય છે અને જાણકારો અનુસાર આવું થવું સ્વાભાવિક છે. એ જ રીતે જ્યારે પોલિસ કોઇ આંદોલનકારી નાગરિક, લેખક, કલાકાર, પર્યાવરણ અથવા માનવાધિકાર કાર્યકર્તા પર રાજદ્રોહ કે પછી એવો જ કોઇ ગંભીર આરોપ થોપી દે છે જેના કિસ્સા આપણે જોતા જ હોય છે. જો કે અદાલતથી દોષમુક્ત સાબિત થયા બાદ હત્યાના આરોપીના મામલામાં, જનતાને કાનૂનની આંટીઘૂટી કે પુરાવાના કાયદેસરના મહત્વ અંગે પૂરી જાણકારીનો અભાવ હોય છે.

સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદામાં આ પ્રકારના આદેશો પ્રત્યે સામાન્ય મૂઝંવણ અથવા નિંદાને પણ દૂર કરવાની તક મળે છે. સામાન્ય નાગરિકોને પણ કાનૂન વિશે ઊંડું નહીં પરંતુ સામાન્ય સમજ અને જ્ઞાન હોવા આવશ્યક છે. જાગૃત નાગરિક જ દેશના વિકાસમાં સાચા ભાગીદાર બનતા હોય છે. સમાજના પ્રત્યેક વર્ગે કાનૂની અધિકારો તેમજ મહત્વના મુદ્દાઓ વિશે જાગૃત રહેવું જરૂરી છે.

મહિલા, બાળક, છાત્રો, પ્રૌઢ, ખેડૂતો, મજૂરો, કર્મચારીઓ, શિક્ષક, પત્રકાર અને સમાજના અનેક વર્ગોએ કાનૂની અધિકારો પ્રત્યે સજાગતા દરેક રીતે જરૂરી છે. દરેક નાગરિકને આ વાત લાગૂ પડે છે. ખાસ કરીને સમાજના વંચિત અને ગરીબ વર્ગો કે જેના માટે કાનૂની લડાઇ હરહંમેશ એક સંઘર્ષ બની રહે છે તેના માટે તે જાણવું ખૂબ જરૂરી છે.

(સંકેત)