Site icon Revoi.in

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ગિફ્ટમાં આપી ‘ભગવદ ગીતા’

Social Share

નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલની મિત્રતા તો જગજાહેર છે. હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ઇઝરાયલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણીએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઉર્વશીએ બેન્જામિન નેતન્યાહુને ‘ભગવદ ગીતા’ ભેટમાં આપી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યુ હતું કે, મને અને મારા પરિવારજનોને આમંત્રિત કરવા બદલ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાનનો આભાર. તેમણે વધુમાં લખ્યું કે, ‘મારી ભગવદ ગીતા: જ્યારે હૃદયમાંથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે આપવામાં આવે અને યોગ્ય સ્થાને ભેટ આપવામાં આવે છે અને તેના બદલામાં બીજું કશી અપેક્ષા નથી હોતી, તો તે ભેટ હરહંમેશ શુદ્વ જ રહે છે.

અભિનેત્રીએ કહ્યું કે, બેઠક દરમિયાન બંનેએ એકબીજાને પોતાના દેશની રાષ્ટ્રભાષા પણ શીખવી હતી. આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા, મિસ યુનિવર્સ 2021ના સંદર્ભમાં તેમની આ ઇઝરાયલ મુલાકાત હતી. તેને આ સૌંદર્ય સ્પર્ધામાં જ્યુરી સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવી હતી.