Site icon Revoi.in

NSA અજીત ડોભાલ રશિયાના NSA નિકોલે પેત્રુશેવ સાથે કરશે મુલાકાત, આ મુદ્દે થઇ શકે ચર્ચા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર પરામર્શ માટે કાયમી દ્વિપક્ષીય ચેનલ બનાવવા માટે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંમત થયા બાદ ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ભારત મુલાકાતે છે.

તેઓ તેમના સમકક્ષ અજીત ડોભાલ, પેત્રુશેવ વિદેશ મંત્રી એસ જયશંકર અને પીએમ મોદીને મળે તેવી સંભાવના છે. અગાઉ એપ્રિલમાં રશિયાના વિદેસ મંત્રી સેરગેઇ લવરોવ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા, પરંતુ પીએમ મોદીને મળ્યા નહોતા.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ બુધવારે નવી દિલ્હીમાં તેમના રશિયન સમકક્ષ જનરલ નિકોલે પેત્રુશેવને (Nikolay Petrushev) મળશે. આ દરમિયાન બંને અધિકારીઓ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરશે. રશિયાની સુરક્ષા પરિષદના મહાસચિવ નિકોલે પેત્રુશેવ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે.

નોંધનીય છે કે, તે ઉપરાંત ભારત અને રશિયા આગામી 10 દિવસમાં બે મહત્વની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેવા જઇ રહ્યા છે. બ્રિક્સ અને શાંઘાઇ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન, જ્યાં અફઘાનિસ્તાન સંવાદમાં પ્રભુત્વ ધરાવે તેવી અપેક્ષા છે. 9 સપ્ટેમ્બરે પીએમ મોદી બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનમાં પુતિન પણ ભાગ લે તેવી અપેક્ષા છે.