Site icon Revoi.in

ચાલબાઝ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ યથાવત્ છે ત્યારે ચાલબાઝ ચીન સતત પોતાની હરકતોથી સ્થિતિને વધુ તંગ બનાવવાનું અને વિવાદ વધુ વધે તેવું કામ કરતું રહે છે. ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય માળખાગત સુવિધાઓમાં સતત મોટું રોકાણ કરી રહ્યું છે. ભારતે પૂર્વી લદ્દાખ સેક્ટરની સામે પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું ચિંતાનું કારણ એક એ પણ છે કે ચીન અહીં નવો હાઇવે બનાવી રહ્યું છે.

બીજી તરફ ડ્રેગને કાંકરીચાળો કરતા LACની પાસે મિસાઇલ રેજિમેન્ટ સહિત ભારે હથિયારો તૈનાત કર્યા છે. ચીન હાઇવેને પહોળી કરી રહ્યું હોવાથી સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન ખૂબ જ મહત્વનુ છે.

તેમણે કહ્યું કે એક વિશાળ પહોળો હાઇવે પણ વિકસાવવામાં આવી રહ્યો છે, જે LAC પરના ચીની સૈન્ય ચોકીઓની આંતરિક વિસ્તારો સાથે કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે. સૂત્રોએ જણાવ્યું કે ચીનની સેના તેની એરફોર્સ અને સેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર પણ ધ્યાન આપી રહી છે. તેઓ અમેરિકન અને અન્ય ઉપગ્રહોની નજરથી બચી રહ્યા છે.

બીજી તરફ ચાલબાઝ ચીન સરહદી ચોકીઓ પર પોતાના સૈનિકો સાથે તિબેટીયનોની પણ ભરતી કરી રહ્યો છે. ચીન આ વધુ પડકારજનક વિસ્તારમાં તિબેટના લોકોનો ઉપયોગ કરવા માંગે છે, કારણ કે ચીનના મુખ્ય સૈનિકો માટે અહીં કામ કરવું વધુ મુશ્કેલ છે. PLA દ્વારા નિયંત્રિત રોકેટ અને મિસાઇલ રેજિમેન્ટ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવી છે.

ચીને આ ઉપરાંત ડ્રોનની તૈનાતીમાં પણ વધારો કર્યો છે, કારણ કે તેણે આ ક્ષેત્રમાં દેખરેખ માટે મોટી સંખ્યામાં ડ્રોનની પણ તૈનાતી કરી છે. ચીને તે ક્ષેત્રમાં ક્ષમતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય પક્ષ પણ ગત વર્ષની તુલનાએ ચીનની દરેક ચાલને નાકામ અને જડબાતોડ જવાબ આપવા સૈન્ય ક્ષમતાને વધારી રહ્યું છે.