Site icon Revoi.in

દરેક ધર્મમાં વારસાના નિયમો એકસમાન બનાવવા સુપ્રીમમાં અરજી, કેન્દ્ર સરકાર પાસે સુપ્રીમે જવાબ માંગ્યો

Social Share

નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકો માટે ઉત્તરાધિકાર તેમજ વારસા સંબંધિત નિયમો અને આધાર એક સમાન હોવો જોઇએ તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જે મામલે કોર્ટે હાલ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. અરજદારનો દાવો છે કે વર્તમાન નિયમોમાંથી મહિલાઓ સાથે ઘણો અન્યાય થઇ રહ્યો છે.

અરજદારનો દાવો છે કે હાલની સ્થિતિ મુજબ દરેક ધર્મના લોકો માટે પોતાના ધર્મ અનુસાર કાયદા છે જેને પર્સનલ લો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા અંતર્ગત મહિલાઓની સાથે ઉત્તરાધીકાર તેમજ વારસા સંલગ્ન ઘણા ભેદભાવ કરવામાં આવે છે. તેથી દેશના નાગરિકો માટે ઉત્તરાધિકાર અને વારસા માટે એક સમાન નિયમો અને કાયદા હોવા અનિવાર્ય છે કે જેથી આ પ્રકારના ભેદભાવો દૂર કરી શકાય.

સુપ્રીમ કોર્ટમાં અરજદાર વકીલ અશ્વિની ઉપાધ્યાયે દાવો કર્યો હતો કે હાલ જે પર્સનલ લો અનુસાર ઉત્તરાધિકાર અને વારસાના નિર્ણયો લેવામાં આવે છે તે બંધારણ વિરૂદ્ધ છે. સાથે જ જાતિય ભેદભાવ કરનારા પણ છે. હાલ હિંદુઓ માટે હિંદુ ઉત્તરાિધકાર કાયદો 1956 છે. તેવી જ રીતે મુસ્લિમોમાં શરિયત કાયદો 1937થી રેગ્યુલેટ છે. ઇસાઇ અને પારસી માટે ઇંડિયન સક્સેશન એક્ટ 1925 લાગુ છે.

અરજદારનો દાવો છે કે વર્તમાન નિયમો અનુસાર હિંદુ મહિલાને વડીલોપાર્જિત સંપત્તિમાં અિધકાર છે પણ મુસ્લિમ, ઇસાઇ અને પાસરી ધર્મમાં નથી. હિંદુઓના દિકરા અને દિકરી બન્નેને સમાન અધિકાર છે પણ અન્ય ધર્મોમાં આમા ભેદ છે.

(સંકેત)