Site icon Revoi.in

રામ મંદિર નિર્માણ માટે દાનમાં મળેલા 22 કરોડના 15 હજાર ચેક થયા બાઉન્સ

Social Share

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાન પેટે એકત્ર કરાયેલા 22 કરોડ રૂપિયાના લગભગ 15 હજાર ચેક બાઉન્સ થઇ ગયા છે. મંદિર નિર્માણ માટે કેન્દ્ર દ્વારા ગઠિત ન્યાસ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના એક ઓડિટ રિપોર્ટમાં કહેવાયું છે કે, ચેક ખાતામાં અપર્યાપ્ત રકમ હોવાથી કે પછી ટેકનિકલ ખામી હોવાને કારણે ચેક બાઉન્સ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ન્યાસના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ કહ્યું હતું કે, સમસ્યાના નિરાકરણ માટે બેંક કામ કરી રહી છે અને અને લોકોને ફરીથી દાન કરવા માટે કહી રહી છે. આ ચેકમાં લગભગ 2 હજાર અયોધ્યાથી એકત્ર કરાયા હતા. વિશ્વ હિંદુ પરિષદ એ 15 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી ફંડ એકત્ર કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન આ ચેક એકત્ર કર્યા હતા. આ અભિયાન દરમિયાન લગભગ 5000 કરોડની રકમ એકત્ર કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, રામજન્મભિમિ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અંતર્ગત નિધિ સમર્પણ અભિયાન ચલાવાયું હતું. ગત મહિના સુધી લોકોએ મંદિર બનાવવા માટે મોટાપાયે દાન કર્યુ. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યુ કે, દર મહિને રામ મંદિર માટે 1 કરોડ રૂપિયાનુ દાન આવી રહ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અંદાજ લગાવતા દાવો કર્યો કે ટ્રસ્ટને દાનમાં મળેલી કુલ રકમ 3500 કરોડની આસપાસ છે.

રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી થઈ રહ્યું છે. અહીં ખોદકામ દરમિયાન નીકળેલી માટી પણ પ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓને આપવામાં આવી રહી છે. કેમકે, પાયાના ખોદકામ બાદ હવે પાયા ભરવાનું કામ શરૂ થઈ ગયું છે. આગામી મહિને એટલે કે મેમાં પાયાનું પહેલા તબક્કાનું કામ પૂરું થઈ જવાની શક્યતા છે.

(સંકેત)