Site icon Revoi.in

બેંકના કામકાજનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો આ સમાચાર વાંચજો નહીતર થશે ધક્કો

Social Share

નવી દિલ્હી: જો તમે કોઇ બેંકના કામકાજ માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા તો પહેલા આ સમાચાર વાંચજો. આગામી 3 દિવસ સુધી બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર ઉતરશે. અર્થાત્ આગામી 3 દિવસ સુધી બેંક બંધ રહેશે અને કોઇ કામકાજ નહીં થાય. દેશભરના સરકારી કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં બે દિવસની હડતાળ પર જવાનું નક્કી કર્યું છે અને બાદમાં રવિવારે સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે.

સરકાર કેટલીક બેંકોનું પણ ખાનગીકરણ કરવા જઇ રહી છે ત્યારે સરકારના આ નિર્ણય વિરુદ્વ યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયને હડતાળ કરવાનું આહ્નવાન કર્યું છે. આપને જણાવી દઇએ કે, યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન હેઠળ બેંકોના 9 યુનિયન આવે છે. આ હડતાળથી લોકોને ભારે હાલાકી ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

નોંધનીય છે કે, આ અઠવાડિયાના બાકી રહેલા 4 દિવસ બેન્ક બંધ છે જેમાં શનિવારે શિલોંગ ખાતે બેંક બંધ રહેશે. રિઝર્વ બેંકના કેલેન્ડર પ્રમાણે ત્યાં 18 ડિસેમ્બર શનિવારે ઉ સોસો થામની ડેથ એનિવર્સરીના કારણે બેન્કોમાં કામ નહીં થાય જ્યારે દેશભરમાં 16, 17 અને 19 ડિસેમ્બરે બેંક બંધ છે.