Site icon Revoi.in

ચક્રવાતી ‘જવાદ’ તોફાનની તાકાત વધી, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં એલર્ટ

Social Share

નવી દિલ્હી: ભારતમાં પણ હવે જ્યારે ઓમિક્રોન વેરિએન્ટને દસ્તક દીધી છે અને બીજી તરફ ભારતમાં ચક્રવાતી આફતનો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર તોફાન જવાદ શનિવારે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટો પર અથડાઇ તેવી સંભાવના છે. 3 નવેમ્બરે દક્ષિણ તટિય ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ તોફાનના કારણે આંધ્ર પ્રદેશના 3 ઉત્તરીય તટીય જીલ્લામાં અધિકારીઓએ હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

આંધ્ર પ્રદેશ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણ અનુસાર શુક્રવાર રાત્રે બંગાળની ખાડીના તટ પર 45-65 કિમી પ્રતિ કલાકની ગતિથી હવાઓ ચાલવાની શક્યતા છે અને શનિવારે સવાર સુધી આ હવાઓની સ્પીડ 70-90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

બીજી તરફ સીએમ વાઇ એસ જગન મોહન રેડ્ડીએ પણ જીલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને ચક્રવાતી તોફાન સામે બચાવ કામગીરી અને પૂર્વ તૈયારીના પગલાં માટે દરેક નિર્દેશ કર્યા હતા. ચક્રવાતને કારણે 4 ડિસેમ્બર માટે તટીય આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાનથી આ અઠવાડિયે દક્ષિણ બંગાળના અનેક જિલ્લામાં તેજ હવાઓની સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે.