Site icon Revoi.in

હવે નાકથી પણ લઇ શકાશે વેક્સિન, આ કંપનીને પરીક્ષણ માટે અપાઇ મંજૂરી

Social Share

નવી દિલ્હી: કોવિડ સામે સૌથી અસરકારક ગણાતી વેક્સિન આપણે નીડલ મારફતે લઇએ છીએ પરંતુ હવે નાક વાટે પણ વેક્સિન લઇ શકાશે. આ માટે DGCI દ્વારા ભારત બાયોટેકને નેઝલ વેક્સિનના પરીક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સિનનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, DCGI દ્વારા ભારત બાયોટેકને તેમની નાકથી આપવા વાળી વેક્સિનના ટ્રાયલ માટે છૂટ આપી દેવામાં આવી છે. તેથી ટૂંક સમયમાં આ વેક્સિન હવે લઇ શકાશે. આ વેક્સિન કોવિડના વધતા કેસો સામે કારગર સાબિત થઇ શકે છે. જેથી તેને મંજૂરી આપી દેવામાં આવી છે.

કોવિડ મહામારીમાં આ નેસલ વેક્સિન મોટું હથિયાર સાબિત થઇ શકે છે. નાકથી આપવા વાળી આ વેક્સિનનું પરીક્ષણ દેશમાં 9 જગ્યાઓ પર કરવામાં આવશે.

કોરોના સામેની જંગમાં રસીકરણ માટે ભારત બાયોટેક દ્વારા કોવેક્સિન નિર્મિત કરવામાં આવી છે. જો કે કંપની હવે બૂસ્ટર ડોઝ તરીકે નાકથી આપવા વાળી વેક્સિનનું નિર્માણ કરી રહી છે. જેના પરીક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

જે લોકોએ પહેલા કોવેક્સિન લઇ લીધી છે અ લોકોને પહેલા બૂસ્ટર ડોઝ તરીકે આ નેઝલ વેક્સિન આપવામાં આવે તેવો પ્રસ્તાવ છે. જેથી જે લોકોએ પહેલાથી જ કોવેક્સિન લીધી છે તે લોકો પર આ વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવશે.