Site icon Revoi.in

વેક્સિન નિર્માતા ભારત બાયોટેક હવે કરશે આ કામ, DCGIએ આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે અને કેસમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. આપને જણાવી દઇએ કે ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી અવધિ પહેલા 9 મહિનાની હતી જેને વધારીને  હવે 12 મહિના કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોવેક્સિનને રી-લેબલ કરવા માટે ભારત બાયોટેક હોસ્પિટલ્સમાં રહેલા વેક્સિન સ્ટોકને પાછો મગાવી રહ્યું છે અને હવે તે સ્ટકને રી-લેબલ કરવામાં આવશે. વેક્સિનની એક્સપાયરી અવધિ લંબાયા બાદનું લેબલ લાગશે ત્યારબાદ તેને જરૂરિયાત ધરાવતી જગ્યાઓએ પહોંચાડવામાં આવશે.

ભારત બાયોટેક અત્યારે ઉપયોગમાં ના લેવાયેલી હોય તે વેક્સિનના સ્ટોકને પાછો મગાવી રહ્યું છે અને તેની એક્સપાયરી અવધિ અપડેટ કરી રહ્યું છે. વેક્સિનને રી-લેબલ કરવામાં આવી રહી છે. DCGIએ સ્ટડી બાદ એક્સપાયરી ડેટ લંબાવવાની મંજૂરી આપી હતી. હવે આ વેક્સિન 12 મહિના સુધી ઉપયોગમાં લેવાને લાયક બની જશે. DCGIને સોંપવામાં આવેલા અભ્યાસના આંકડાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.