Site icon Revoi.in

UP ELECTIONS 2022: ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ બેઠક પરથી CM યોગી લડશે ચૂંટણી

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપે આજે પોતાની પ્રથમ યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે લગભગ 170 બેઠકો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. ભાજપે પ્રથમ તબક્કાની 58 બેઠકોમાંથી 57 તેમજ બીજા તબક્કાની 55 બેઠકોમાંથી 48 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.

CM યોગી આદિત્યનાથ ગોરખપુર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડશે. જ્યારે વરિષ્ઠ નેતા કેશવ પ્રસાદ મૌર્ય પણ પ્રયાગરાજ જીલ્લાનાં સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપના સિનિયર નેતા ધર્મેન્દ્ર પ્રધાને આ જાહેરાત કરી છે.

યુપી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 58માંથી 57 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બીજા તબક્કા માટે 55માંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આજે 107 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ 107 બેઠકોમાંથી 83 પર ભાજપના ધારાસભ્ય હતા. 63 ધારાસભ્યોને BJPએ ફરીથી ટિકિટ આપી હતી અને 21 નવા ચહેરાઓને પણ તક આપી છે.

કોણ કઇ બેઠકથી લડશે ચૂંટણી

નોંધનીય છે કે, પંકજ સિંહ નોઈડાથી, શ્રીકાંત શર્મા મથુરાથી અને મૃગંકા સિંહ કૈરાનાથી ચૂંટણી લડશે. આ સિવાય સંગીત સોમ સરથાણાથી ઉમેદવાર હશે. આગ્રા ગ્રામીણથી બેબી રાની મૌર્ય, મેરઠથી કમલ દત્ત શર્મા, દેવબંદથી બ્રિજેશ સિંહ રાવત, રામપુર મણિહરનથી દેવેન્દ્ર, કુંડાર્કીથી કમલ પ્રજાપતિ, અમરોહાથી મોહન કુમાર લોધી, રામપુરથી આકાશ સક્સેના અને ગાઝિયાબાદ સિટી સીટથી અતુલ ગર્ગ લડશે.