Site icon Revoi.in

પીએમ મોદીનું અદ્દભુત ટાઇમ મેનેજમેન્ટ, 65 કલાકના અમેરિકા પ્રવાસમાં 24 બેઠકો કરી

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન જે સૌથી વધુ ખાસ વાત જોવા મળી હતી તે તેમની ટાઇમ મેનેજમેન્ટની ખાસિયત હતી. તેમની ટાઇમ મેનેજમેન્ટની આવડત અને કુશળતા એ પરથી સાબિત થાય છે કે, પીએમ મોદીએ સમગ્ર પ્રવાસ દરમિયાનની 65 કલાકમાં 20 બેઠકોમાં ભાગ લીધો હતો અને ફ્લાઇટમાં જતી અને આવતી વખતે પણ બીજી ચાર બેઠકો યોજી હતી.

અમેરિકા જતી વખતે પણ પીએમ મોદીએ કામની વ્યસ્તતાને ધ્યાનમાં લઇને કેટલીક સરકારી ફાઇલો ક્લિયર કરી હતી. અમેરિકા જતી વખતે પીએમ મોદીએ ફ્લાઇટમાં બે બેઠકો યોજી હતી. તે પછી તેઓ વોશિંગ્ટનની જે હોટલમાં ઉતર્યા હતા ત્યાં તેમણે ત્રણ બેઠકો યોજી હતી. અમેરિકાની પાંચ કંપનીના પાંચ સીઇઓ સાથે તેમણે અલગ અલગ બેઠકો યોજી હતી.

અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તેમજ જાપાનના વડાપ્રધાન, અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે પણ અલગ અલગ બેઠકો કરી હતી. એ પછી પીએમ મોદીએ પોતાની ટીમ સાથે પણ ત્રણ આંતરિક મીટિંગ કરી હતી.

પીએમ મોદીએ અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યાં સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો.પીએમ મોદી આજે અમેરિકાથી પાછા ફર્યા છે અને એ પછી પણ તેમનો વ્યસ્ત કાર્યક્રમ છે.