Site icon Revoi.in

1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે આ ફેરફારો

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા થોડાક સમય પહેલા દેશના 52 લાખ કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ સાતમા પગારપંચનું મેટ્રિક્સ બદલવામાં આવશે તેની ગણના કરવામાં આવી રહી છે. 1 જુલાઇ 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએનો લાભ આપવામાં આવશે. ઑલ ઇન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સના ડેટા રિલીઝ અનુસાર જાન્યુઆરી 2021થી જૂન સુધીમાં ડીએમાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકારની જાહેરાત અનુસાર કેન્દ્ર કર્મચારીઓનું ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે છે. જાન્યુઆરીથી જૂન 2020 સુધીમાં ડીએમાં 3 ટકાનો વધારો થયો છે. જુલાઇથી ડિસેમ્બર 2020 સુધીમાં 4 ટકાનો અને જાન્યુઆરીથી જૂન 2021 સુધીમાં 4 ટકાનો વધારો સામેલ છે.

સાતમા પગાર પંચ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીના વેતનનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવે છે. 1- મૂળ વેતન, 2- ભથ્થા, અને 3-કપાત. નેટ સીટીસીમાં 7માં સીપીસી ફિટમેન્ટ ફેક્ટર અને દરેક ભથ્થાને ગણીને મૂળ વેતનનો યોગ છે. નેટ સીટીસી અને ડિડક્ટિબલ જેમ કે, પીએફ. ગ્રેચ્યુઈટી વગેરેમાં અંતર છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં બદલાવને કારણે તેમના માસિક પીએફ, ગ્રેચ્યુઈટી અને યોગદાન પર પણ અસર થઈ શકે છે. સીજીએસના પીએફ અને ગ્રેચ્યુઈટીની ગણના મૂળ વેતન પ્લસ ડીએના આધાર પર કરવામાં આવે છે. 1 જુલાઈ 2021માં ડીએમાં વધારો થશે, જેની કર્મચારીઓની માસિક પીએફ અને ગ્રેચ્યુઈટી પર પણ અસર વર્તાશે. અસર થવાને કારણે પીએફ અને ગ્રેચ્યુઈટી જેવા નિવૃત્તિને લગતા ફંડમાં વધારો થશે.

(સંકેત)