Site icon Revoi.in

મોદી સરકારે EWS આરક્ષણ મામલે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે EWS ક્વોટાને લઇને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાજીક ન્યાય અને વ્યવસ્થાપન માટે આર્થિક રીતે નબળા વર્ગને મળવાવાળા 10 ટકા કોટા માપદંડો માટે ત્રણ સભ્યની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભૂતપૂર્વ નાણા સચિવ અજય ભૂષણ પાંડે, ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદના સભ્ય વી.કે. મલ્હોત્રા અને સંજીવ સાન્યાલ, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સમિતિને તેનું કામ પૂર્ણ કરવા માટે ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.

અગાઉ આર્થિક રીતે નબળા વર્ગો માટે આરક્ષણના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઉચ્ચ સ્તરીય નીતિ પર પુનર્વિચાર કરવાની સલાહ આપી હતી.

કોર્ટમાં એડિશિનલ સોલિસિટર જનરલ એએમ નટરાજનને કોર્ટે કહ્યું કે, તમારી પાસે કેટલાક વસ્તી વિષયક અને સામાજીક તેમજ આર્થિક ડેટા હોવા આવશ્યક છે. તમે શું કર્યું છે તે જણાવો. સુપ્રીમ કોર્ટે 8 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવા માટેનું કારણ સ્પષ્ટ કરવા માટે એક સપ્તાહની અંદર કેન્દ્ર પાસેથી એફિડેવિટ માંગી છે.

કોર્ટે કહ્યું કે જ્યારે બંધારણીય રીતે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે પહેલાથી જ આપવામાં આવેલો 49 ટકા ક્વોટા છે, તો 10 ટકા EWS ક્વોટા આપીને 50 ટકા અનામતનો નિયમ તોડી શકાય છે.

નોંધનીય છે કે,  કેન્દ્ર સરકારે કોર્ટને બતાવ્યું કે, હવે જે લોકો આર્થિક રૂપથી નબળા વર્ગનો ક્રાઈટેરિયા બદલવા જઈ રહી છે. હજી સુધી જે પણ ઉમેદવારના પરિવારની આવક 8 લાખથી ઓછી છે. તેમને EWSમાં રાખવામાં આવી રહ્યાં હતાં. પરંતુ અહીંયા એક મોટું પરિવર્તન થશે. સરકાર આ 8 લાખ વાળી લિમિટને વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તેના પર મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લાગુ થવાથી એક મોટા વર્ગને ફાયદો પહોંચશે અને તમામને સમાન અવસર પણ મળશે.