Site icon Revoi.in

ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસ પર સરકાર એલર્ટ, 10 રાજ્યોના 27 જીલ્લાને આપ્યા આ નિર્દેશો

Social Share

નવી દિલ્હી: દેશમાં ધીરે ધીરે ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર સજાગ અને સતર્ક છે. કોવિડના નવા વેરિએન્ટના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી લખેલા પત્રમાં 10 રાજ્યોના 27 જીલ્લામાં વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્રમા રાજ્યોને પોતાને ત્યાં સ્થિતિ કાબૂમાં રાખવાના નિર્દેશો અપાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રેદશોને ત્યાં વધતા કોવિડના કેસને લઇને ચેતવણી આપવામાં આવી છે. આ 10 રાજ્યોના 27 જીલ્લામાં છેલ્લા બે સપ્તાહની અંદર કોવિડના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, લિસ્ટ જાહેર કર્યું છે, તે બે ભાગમાં છે. પહેલાં ભાગમાં તે જિલ્લાને સામેલ કરવામાં આવ્યા છે, જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. આ તારણ રાજ્યોના આઠ જિલ્લા સામેલ છે. આ રાજ્યોના નામ છે મિઝોરમ, કેરલ અને સિ્કિમ. તો કેરલ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડ અન્ય જિલ્લામાં સામેલ છે, જ્યાં પોઝિટિવિટી રેટ 5થી 10 ટકા વચ્ચે છે.

કેન્દ્ર સરકારે જે પત્ર લખ્યા છે તેમાં રાજ્યોને કોવિડને નિયંત્રિત કરવા માટે ક્યાં પગલાં ભરવાની જરૂર છે તે પણ સલાહ આપવામાં આવી છે. આ રીતે નક્કી કરેલા વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે કોવિડ ક્લસ્ટર, નાઇટ કર્ફ્યૂની સાથે સાથે વધુ સંખ્યામાં એક જગ્યાએ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Exit mobile version