Site icon Revoi.in

ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, ભારત સાથેની સરહદ પર તૈનાત કર્યા બોમ્બ

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તણાવ યથાવત્ છે અને ચીન પોતાની ચાલ રમી રહ્યું છે અને અનેક ઉશ્કેરણીજનક હરકતો વારંવાર દોહરાવી રહ્યું છે. ચીને ભારત સાથેની સરહદ પર સૈન્ય તૈનાતી વધારી છે અને લાંબા અંતરના હુમલા માટે સક્ષમ હથિયારો સાથે બોમ્બર તૈનાત કર્યા છે. ચીનની આ હરકત પર યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ચિંતા વ્યક્ત કરી છે. ભારતે પણ આ માહિતીની પુષ્ટિ કરી છે અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર પૂરતી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે તેવું ભારતે કહ્યું હતું.

ચીનની આ તૈનાતી બાદથી અમેરિકા ભારતને સૈન્ય સહયોગ પૂરો પાડશે કે કેમ તે અંગે અસ્પષ્ટતા છે. આ દરમિયાન એક ભારતીય અધિકારીએ કહ્યું કે, અમેરિકા ભારત સાથે સતત ગુપ્ત માહિતી શેર કરી રહ્યું છે. મે મહિનામાં પેંગોંગ ત્સો લેક નજીક તણાવ બાદ ભારત-ચીને વિવાદિત વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરી વધારી દીધી છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તણાવને દૂર કરવા માટે અનેકવાર કમાન્ડર સ્તરે મંત્રણા કરી છે પરંતુ તેનાથી કોઇ નિષ્કર્ષ મળ્યું નથી.