Site icon Revoi.in

ચીની સેનાએ અરુણાચલથી લાપત્તા કિશોરને ભારતને પરત સોંપ્યો, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ માહિતી આપી

Social Share

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાંથી કેટલાક સમય પહેલા એક કિશોર મિરામ તારોન લાપતા થયો હતો અને હવે આ કિશોરને ચીની સેનાએ ભારતીય સેનાને સોંપી દીધો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જૂએ આ માહિતી આપી હતી.

ચીને અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા મિરામ તારોનને ભારતીય સેનાને સોંપ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂએ ટ્વિટથી કહ્યું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અરુણાચલ પ્રદેશના યુવક મિરામ તારોનને ભારતીય સૈન્યને સોંપી દીધો છે. મેડિકલ તપાસ સહિત યોગ્ય પ્રક્રિયાઓનું અત્યારે પાલન કરવામાં આવી રહ્યું છે.

અગાઉ અરુણાચલ પ્રદેશમાંથી લાપતા થયેલો કિશોરને લઇને ભારતીય સેનાએ હોટ લાઇનથી ચીન સાથે વાતચીત કરી હતી અને મિરામ તારોનને પરત મોકલવા માટે કહ્યું હતું. કિશોર પાછો આવ્યો બાદ અરુણાચલના ભાજપ સાંસદ તાપિરગાઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

મહત્વનું છે કે , 18 જાન્યુઆરીએ મિરામ તારોનનું કિડનેપ કરવાના સમાચાર સામે આવ્યા હતાં. જે બાદ ભારતીય સેનાએ પીપલ્સ સાથએ સંપર્ક સાધ્યો હતો. ભારતીય સેનાનું કહેવું હતું કે, શિયુંગ લાના બિશિંગ વિ્સ્તારથી મિરામ તારોન ગુમ થયો છે. તે શિકાર માટે નિકળ્યો હતો.