Site icon Revoi.in

દિલ્હી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ CCTV કેમેરા ધરાવે છે, દિલ્હીના CM કેજરીવાલનો દાવો

Social Share

નવી દિલ્હી: દિલ્હીમાં લાગેલા CCTV કેમેરાની સંખ્યા લંડન, ન્યૂયોર્ક અને પેરિસ કરતાં પણ વધારે છે તેવું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે. તેઓએ દાવો કર્યો હતો કે શહેરમાં CCTV લગાવવામાં દિલ્હી સમગ્ર વિશ્વમાં નંબર 1 પર છે.

દિલ્હીમાં છેલ્લા સાત વર્ષમાં 2.75 લાખ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ મામલે તે પેરિસ, લંડન અને ન્યૂયોર્ક કરતાં પણ આગળ છે. કોઇપણ શહેરના એક માઇલના રેડિયસમાં લાગેલા સીસીટીવીની ગણતરી કરાય તો દિલ્હી સમગ્ર વિશ્વમાં ટોપ પર છે.

કેજરીવાલે કહ્યુ હતુ કે, એક સંસ્થાએ કરેલા સર્વે પ્રમાણે દિલ્હીમાં દરેક ચોરસ માઈલમાં 1826 સીસીટીવી કેમેરા લાગેલા છે.બીજા ક્રમે લંડન છે જ્યાં 1138 કેમેરા પ્રતિ ચોરસ માઈલ લાગેલા છે.જ્યારથી કેમેરા લાગ્યા છે ત્યારથી મહિલાઓની સુરક્ષામાં વધારો થયો છે.પોલીસને પણ કોઈ પણ અપરાધને સોલ્વ કરવામાં મદદ મળી રહી છે.

તેમણે એલાન કર્યુ હતુ કે, દિલ્હીમાં હજી 1.40 લાખ કેમેરા બીજા પણ લાગવાના છે.લોકો જાણે છે કે, કેન્દ્ર સરકારે કેમેરા લગાવવા માટે કેટલા વિઘ્નો ઉભા કર્યા હતા.ભારત સરકારની જ કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ કેમેરા લગાવી રહી છે અને તેની ગુણવત્તા બહુ સારી છે.