Site icon Revoi.in

આતંકવાદના બીજ કોંગ્રેસે કલમ 370 લાગૂ કરીને રોપ્યા હતા: CM યોગી આદિત્યનાથ

Social Share

નવી દિલ્હી: યુપીમાં આયોજીત એક સામાજીક પ્રતિનિધ સંમેલન દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સપા સરકારમાં હિંદુઓ પર ખોટા કેસ થયા હતા, રામ ભક્તો પર ગોળીબાર થયો હતો અને આતંકીઓની આરતી ઉતારી હતી.

સંમેલન દરમિયાન જનમેદનની સંબોધતા તેઓએ કહ્યું હતું કે, અમારી સરકાર બની તો સૌથી પહેલું કામ ખેડૂતોનું દેવુ માફ કર્યું હતું.

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, બસપા, સપા અને કોંગ્રેસની સરકાર હોય છે, તો તેમને પોતાના પરિવારમાંથી સમય મળતો નથી. તેઓ આતંકીઓ માટે જ કામ કરે છે. જે સપાની સરકારે વર્ષ 2012માં કરીને બતાવ્યું હતું. વર્ષ 1952માં કોંગ્રેસે કલમ 370 સાથે જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીના બીજ રોપ્યા હતા.

સપાની સરકારને આડે હાથ લેતા કહ્યું કે, સપાની સરકારમાં મધ્યકાળની યાદ તાજા થઇ ગઇ જ્યારે મંદિર અને મઠમાં હુમલા થતા હતા. સપા અન બસપાના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન, તહસીલમાં લૂંટફાટ કરતા હતા.

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને લોકોને જાગૃત થવાની અપીલ કરતા કહ્યું કે, પ્રત્યેક ગામમાં જઇને ભાજપની આવશ્યકતા કેમ છે તેની અલખ જગાવવાની જરૂર છે. ભાજપની સરકાર હશે તો પ્રદેશમાં કોઇ હુલ્લડ કરવાનું દુસાહસ નહીં કરે.