Site icon Revoi.in

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના તમિલનાડુની સંસ્કૃતિથી પ્રભાવિત, તમિલ ભોજન અતિપ્રય

Social Share

હૈદરાબાદઃ સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના પોતોના લુકને લઈને ચર્ચામાં રહે છે. રશ્મિકાની ફિલ્મી કેરિયર પાંચ પહેલા શરૂ થઈ ચુકી છે. જો કે, હજુ સુધી તેની બોલીવુડમાં એક પણ ફિલ્મ આવી નથી. તેમ છતા તેના પ્રસંશકો માત્ર દક્ષિણ ભારતમાં નહીં સમગ્ર દેશમાં છે. તેમજ આ પ્રસંશકો તેની હિન્દી ફિલ્મ જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ અભિનેત્રીએ તમિલ, તેલુગુ, કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેત્રીના અભિનયની સાથે તેની સુંદરતાને કારણે તે નેશનલ ક્રશ બની ચુકી છે. અનેક યુવાનો રશ્મિકા સાથે લગ્ન કરવા માટે તલપાપડ છે. જો કે અભિનેત્રીએ માત્ર તમિલ યુવાન સાથે જ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને સમગ્ર દેશના તેના પ્રસંશકોના દીલ તોડી નાખ્યાં છે.

રશ્મિકાએ 2016માં કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ જ વર્ષે તેની કન્નડ ફિલ્મ કિરિક પાર્ટી ડેબ્યુ કર્યું હતું.તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મ સુલતાનથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પ્રવેશ કર્યો છે. તેણે આ ફિલ્મની ગામની એક યુવતીનો અભિનય કર્યો છે. ફિલ્મની શુટીંગ દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે, તે તમિલ સંસ્કૃતિથી ખુબ આકર્ષિત થઈ ગઈ છે. ખાસ કરીને અહીંના સ્વાદીષ્ટ ભોજને.
તેણે મીડિયાને જણાવ્યું હતું કે, મને તમિલનાડુની સંસ્કૃતિએ સૌથી વધારે પ્રભાવિત કરી છે. મને તમિલ ભોજન સાથે પ્રેમ થઈ ગયો છે અહીંનું ભોજન ખુબ જ સ્વાદીષ્ટ હોય છે. મારી ઈચ્છા છે કે, મારા લગ્ન તમિલ યુવાન સાથે જ થાય અને તમિલનાડુની બેડી બનું.અભિનેત્રીના આ નિવેદનથી અને પ્રસંશકોએ પૂછ્યું હતું કે, આ લકી યુવાનો કોણ હશે.

રશ્મિકાએ અનેક હિટ તેલુગુ ફિલ્મોમાં જોરદાર રોલ પ્લે કર્યો છે. જેમાં ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રશ્મિકાના અભિનયના કારણે જ તે નેશનલ ક્રશ બની છે. રશ્મિકા ટુંક જ સમયમાં હિન્દી ફિલ્મમાં જોવા મળશે. તેને મહાનાયક અને બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરી છે. આ તસ્વીરમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ નજરે પડે છે. આ હિંદી ફિલ્મનું ના ગુડબાય છે.