Site icon Revoi.in

દિલ્હીમાં વકરતું વાયુ પ્રદૂષણ: આજથી શરૂ થયું રેડ લાઇટ ઑન ગાડી ઑફ અભિયાન

Social Share

નવી દિલ્હી: દેશમાં જો સૌથી વધુ કોઇ પ્રદૂષિત શહેર હોય તો તે દિલ્હી છે. દિલ્હીમાં દિન પ્રતિદીન વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. કેજરીવાલ સરકારે નાસા સેટેલાઇટે જાહેર કરેલી કેટલીક તસવીરોનો હવાલો આપ્યો છે અને કહ્યું છે કે, પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓ વધી રહી છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નાથવા માટે ઑડ-ઇવન ફોર્મ્યુલા જ અંતિમ ઉપાય બની શકે છે.

ગત વર્ષે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં પરાળી સળગાવવાનું વધ્યું છે ત્યારે તેને જ કારણે દિલ્હીમાં પણ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ વર્ષે 13 ઑક્ટોબરના રોજ એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર 171 હતું.

નાસાની તસવીર એ વાતની પુષ્ટિ આપે છે કે છેલ્લા 3 દિવસમાં પંજાબ, હરિયાણા તેમજ ઉત્તરપ્રદેશમાં પરાળી સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. તે ઝડપની સાથે જ શનિવારે AQI સ્તર 284એ પહોંચી ગયું હતું.

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નાથવા માટે રેડ લાઇટ ઑન ગાડી ઑફ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત દિલ્હીના 100 4 રસ્તાઓ ઉપર 2500 સ્વયંસેવકો તૈનાત કરવામાં આવશે. તેમાંથી 90 જેટલા ચાર રસ્તાઓ ખાતે 10-10 અને 10 મુખ્ય ચાર રસ્તાઓ પર 20-20 પર્યાવરણ માર્શલની તૈનાતી થશે.