Site icon Revoi.in

લદ્દાખમાં બનશે 4 નવા એરપોર્ટ, LAC પાસે 3 ડઝનથી વધારે હેલિપેડ બનશે

Social Share

નવી દિલ્હી: કેટલાક સમય પહેલા પેંગોંગ લેક વિસ્તારમાં કેટલાક ચીની સૈનિકો જ્યાં ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યા હતા ત્યાં હવે જલ્દી એક એરપોર્ટના નિર્માણ માટે મંજૂરી મળી ચૂકી છે.

સુરક્ષાની દૃષ્ટિએ ભારતે લેહ અને લદ્દાખની હવાઇ સીમાને વધુ સુરક્ષિત બનાવી છે. હવે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો લેહ-લદ્દાખના વિસ્તારમાં પોતાની નજર નહીં બગાડી શકે. પેંગોંગ લેક વિસ્તારમાં હવે એક એરપોર્ટ બનવા જઇ રહ્યું છે. તે માટેની મંજૂરી પણ મળી ચૂકી છે. તે ઉપરાંત કેન્દ્ર સરકાર લેહ લદ્દાખ વિસ્તારમાં પણ વધુ ત્રણ નવા એરપોર્ટનું નિર્માણ કરવા જઇ રહી છે. તે ઉપરાંત LACની આસપાસ ત્રણ ડઝનથી વધુ હેલિપેડ નિર્માણ પામશે. જ્યાં સીમા પર ચિનૂકના માધ્યમથી બાજ નજર રાખવામાં આવશે.

સૂત્રો અનુસાર પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહના લદ્દાખ પ્રવાસ દરમિયાન આ વાત પર સહમતિ બની હતી કે આ વિસ્તારને સૈન્ય દ્રષ્ટિકોણથી વધારે મજબૂત કરી શકાશે. ભૌગોલિક દૃષ્ટિકોણથી સમગ્ર વિસ્તારમાં વાયુ સેનાના માધ્યમથી સૌથી મજબૂતિ આપવામાં આવશે.

પેંગોંગ લેક પાસે ચાંગટાંગ વિસ્તારમાં એક નવું એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે. આ ઉપરાંત લેહ લદ્દાખે અલગ અલગ વિસ્તારમાં ત્રણ નવા એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે. લદ્દાખ કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા બાદ સ્થાનિક પ્રશાસને સુરક્ષિત સીમા અને બહેતર પ્રવાસનના હેતુસર અનેક પ્રસ્તાવ મૂક્યા છે.

બ્રિગેડિયર હરબંસે જણાવ્યું હતું કે ભૌગોલિક દૃષ્ટિકોણથી આ વિસ્તારમાં હવાઇ સેનાના માધ્યમથી સૌથી સારી રીતે નજર રાખી શકાય છે. આ હેતુથી પોતાની શક્તિઓને ઓળખી તેને વધારે મજબૂત કરવી જોઇએ.