Site icon Revoi.in

આર્યન ખાનની મન્નત આજે પણ અધૂરી રહી, હવે આવતીકાલે જામીનને લઇને થશે સુનાવણી

Social Share

નવી દિલ્હી: બોલિવૂડના બાદશાહ શાહરૂખના લાડલા આર્યન ખાનની મન્નત આજે પણ પૂરી નહોતી થઇ. હવે બોમ્બે હાઇકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.

બોમ્બે હાઇકોર્ટમાં જામીન સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ પૂર્વ સોલિસિટર જનરલ મુકુલ રોહતગીએ દલીલ કરીને આર્યનનો બચાવ કરતા કહ્યું હતું કે, આર્યન ખાન આરોપી છે તે માટેના NCB પાસે કોઇ પુરાવા નથી અને તેની ધરપકડ ગેરકાયદેસર છે.

મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, કોવિડ દરમિયાન આર્યન પાછો ફર્યો હતો. તે કેલિફોર્નિયામાં અભ્યાસ કરતો હતો. આર્યન ખાન ગ્રાહક નહોતો. તે માત્ર ક્રૂઝ પાર્ટીમાં મહેમાન તરીકે ગયો હતો. પ્રદીપ ગાબાએ આર્યનને પાર્ટીમાં બોલાવ્યો હતો. પ્રદીપ ગાવા ઇવેન્ટ મેનેજર હતા. આર્યન અને અરબાઝને બોલાવાયા હતા.

દલીલ કરતા મુકુલ રોહતગીએ કહ્યું કે, તેઓ સાંજે ક્રૂઝ ટર્મિનલ પહોંચ્યા હતા. NCB પાસે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી હોવાની માહિતી પહેલા થી જ હતી. તેણે આર્યન, અરબાઝ સહિત અનેક લોકોની અટકાયત કરી હતી. આર્યન પાસેથી કોઇ વસ્તુ નહોતી મળી આવી. તેના મિત્ર અરબાઝ મર્ચન્ટના જૂતામાં 6 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આર્યનનું ડ્રગ્સના દૂરુપયોગ માટે પરીક્ષણ કરવામા આવ્યું નથી. મારા અસીલની ધરપકડ માટે કોઇ આધાર નથી.

રોહતગીએ કોર્ટમાં વધુ દલીલ એવી પણ કરી હતી કે, આર્યને પાસેથી કશુ મળ્યું નથી કે તેણે ડ્રગ્સ લીધુ છે. અરબાઝ મર્ચન્ટના જુતામાં 6 ગ્રામ હશીશ મળી છે. મને તેની પરવા નથી સિવાય કે તે મારા ક્લાયન્ટના મિત્ર છે. આર્યન પાસેથી કશુ મળ્યું નથી કે તેણે વેચ્યું પણ નથી.