Site icon Revoi.in

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પસાર, જાણો તેના ફાયદા

Social Share

નવી દિલ્હી: લોકસભામાં સોમવારે, આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે જોડવાની જોગવાઇ ધરાવતું ચૂંટણી કાયદા સંશોધન બિલ, 2021 પસાર થયા બાદ હવે રાજ્યસભામાંથી ધ્વનિમતથી આ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલના ડ્રાફ્ટમાં જોગવાઇ છે કે, મતદાર યાદીમાં ડુપ્લીકેટ અને બોગસ મતદાનને રોકવા માટે મતદાર કાર્ડ અને આધાર કાર્ડને જોડવામાં આવશે. આ બાદ હવે મતદારોની યાદી તૈયાર કરનારાઓ અધિકારીઓને હવે આધાર કાર્ડ માંગવાનો પણ અધિકાર હશે.

લોકો અલગ અલગ સ્થળો પર મતદારો તરીકે ના રહે તે માટે આધાર જોડાણની સુવિધા અપાઇ છે. હવે તેઓની બાયોમેટ્રિક વિગતો મળી જશે. જેથી એક જ સ્થળ પર મતદારો રહી જશે. આ ઉપરાંત મતદાર યાદીમાં બોગસ નામોને સામેલ કરવા જેવા ગેરકાયદે કામોને પણ ડામી શકાશે.

જેના પર લાંબા સમયથી ચર્ચા ચાલુ હતી, તે દરેક સુધારાને આ બિલમાં સામેલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, આધાર નંબર ન આપવાને કારણે કોઇને અરજી રદ્દ કરવામાં આવશે નહીં. આધારેન મતદાતા યાદીથી જોડવાથી ચૂંટણી આંકડા મેનેજમેન્ટ સાથે જોડાયેલી મોટી સમસ્સયાઓમાંથી એકનું સમાધાન થશે.

આવું મતદાતાઓ દ્વારા વારંવાર નિવાસ સ્થળ બદલવા અને પાછલી નોંધણીને રદ્દ કર્યા વગર નવા સ્થાન પર નામ નોંધાવવાને કારણે હોઈ શકે છે. આ પ્રકારે જે મતદાતાઓના નામ એકથી વધુ સ્થળે મતદાર યાદીમાં એકથી વધુ વાર છે તેને હટાવી શકાય છે તેવું ડ્રાફટિંગ છે.