Site icon Revoi.in

દેશમાં પહાડી રાજ્યોમાં હિમવર્ષાની આફત, મેદાની વિસ્તારોમાં ઠંડી વધી

Social Share

નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ કુદરતનો પ્રકોપ પણ વધી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષા થઇ રહી છે. હવે તેની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.

સતત હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં તેનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે. ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનું જોર વધ્યું છે. દરમિયાન વરસાદને પગલે પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશમાં હળવાથી માંડીને મધ્યમ પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા છે.

તે ઉપરાંત જમ્મૂ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તેમજ જમ્મૂ કાશ્મીરમાં હિમવર્ષા ચલુ છે. જેના પગલે પણ કાતિલ ઠંડી પડી રહી છે.