Site icon Revoi.in

વિશ્વમાં ફરી ભારતનો ડંકો! આ મામલે હવે અમેરિકાને પણ ભારતે પછાડ્યું

Social Share

નવી દિલ્હી: મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારત હવે વિશ્વ ફલક પર સતત ઉભરી રહ્યું છે અને વિકાસના નવા આયામો સતત સર કરી રહ્યું છે. હવે મેન્યુફેક્ચરિગં હબ તરીકે ભારતે અમેરિકાને પણ પછાડ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર કુશમેન એન્ડ વેકફિલ્ડ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર ચીન બાદ ભારત વિશ્વનું બીજા નંબરનું સૌથી આકર્ષક હબ છે. અત્યારે ચીન મેન્યુફેક્ચરિંગ હબમાં પ્રથમ સ્થાને છે. મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર તેમજ PIL યોજનાની અસર દેખાઇ છે અને મેન્યુફેક્ચરિંગમાં ભારતનું આકર્ષણ વધ્યું છે.

આ યાદીમાં યુરોપ, અમેરિકા અને એશિયા પેસેફિકના 47 દેશોમાં વૈશ્વિક વિનિર્માણ માટે આકર્ષક ડેસ્ટિનેશનનું મુલ્યાંકન કરે છે. મેન્યુફેક્ચરિંગ હબમાં વધુ માંગવાળા મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશનમાં કેનેડા ચોથુ, મધ્ય યુરોપમાં સ્થિત ચેક ગણરાજ્ય પાંચમુ, ઈન્ડોનેશિયા છઠ્ઠા સ્થાન પર છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષના રિપોર્ટમાં અમેરિકા બીજા સ્થાન પર હતું. જેને હવે ભારતે ત્રીજા સ્થાન પર ધકેલી દીધુ છે.

હાલમાં ઉત્પાદકો અમેરિકા અને રશિયા-પેસિફિક ક્ષેત્રની તુલનાએ ભારતમાં વધુ રસ દાખવી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતનું કામગીરીની દૃષ્ટિએ અને ખર્ચની દૃષ્ટિએ ચાલતા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે આકર્ષણ વધ્યું છે.  જેના કારણે ભારતના વાર્ષિક રેન્કિંગમાં ખૂબ સુધારો થયો છે. હાલમાં આત્મનિર્ભર અને PIL જેવી યોજનાઓ પોતાનો રંગ બતાવી રહી છે.