Site icon Revoi.in

ભારતે બનાવ્યો રેકોર્ડ: કોરોના કાળ દરમિયાન 40 કરોડ કોરોના ટેસ્ટ કર્યા

Social Share

નવી દિલ્હી: દેશમાં હવે ધીરે ધીરે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. જો કે કોરોના ટેસ્ટિંગ વ્યાપકપણે થઇ રહ્યું હોવાનો દાવો ICMRએ કર્યો છે.

જૂન મહિનામાં દૈનિક 18 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તેવું ICMRએ કહ્યું હતું. અત્યાર સુધી ભારતે 40 કરોડ ટેસ્ટ કરીને નવો વિક્રમ સર્જયો છે. દેશમાં જૂન મહિનાની પહેલી તારીખ સુધીમાં 35 કરોડ ટેસ્ટ કરવામાં કરવામાં આવ્યા હતા તેવું ICMRએ જણાવ્યું હતું.

આ પહેલા ભારતે ગયા વર્ષે સાત જુલાઈના રોજ એક કરોડ કોરોના ટેસ્ટ કર્યા હતા.એ પછી ટેસ્ટનો આંકડો વધતો રહ્યો હતો.ફેબ્રુઆરી સુધીમાં ટેસ્ટની સંખ્યા 20 કરોડ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે એક જૂન સુધીમાં આ આંકડો 35 કરોડ થયો હતો. જુન મહિનામાં બીજા પાંચ કરોડ ટેસ્ટ થઈ ચુકયા છે.

દેશમાં ઝડપથી ટેસ્ટિંગના માળખાને અને ક્ષમતાને મજબૂત બનાવવામાં આવી છે. ટેસ્ટમાં વધારાના કારણે કોરોનાના દર્દીઓને ઝડપી રીતે ઓળખી શકાશે અને તેમની તાત્કાલિક સારવાર કરવાનું પણ શક્ય બનશે. ભારત ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રેસિંગની નીતિને લાગૂ કરવામાં સફળ રહ્યું છે. જેનાથી કોરોનાના પ્રસારને રોકવામાં મદદ મળશે.