Site icon Revoi.in

રશિયાની વેક્સિન Sputnik Vનો પ્રથમ જથ્થો 1 મેએ ભારત પહોંચશે

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કહેર વચ્ચે ભારતને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક V નો પ્રથમ જથ્થો 1મેએ મળી જશે. 1મેથી દેશમાં વેક્સિનેશનના ત્રીજા ચરણનો પ્રારંભ થઇ રહ્યો છે, જે હેઠળ 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. દેશમાં સ્પુતનિક-Vનો પ્રથમ જથ્થો 1મેના રોજ પહોંચી રહ્યો છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરીલ દમિત્રીવએ આ જાણકારી આપી છે. જો કે પ્રથમ જથ્થામાં વેક્સિનના કેટલા ડોઝ અપાશે તે જાણકારી અપાઇ નથી.

આ અંગે દમિત્રીવે કહ્યું હતું કે, પ્રથમ જથ્થાની ડિલીવરી 1મેએ થઇ જશે. સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તેનાથી ભારતને મહામારીના મ્હાત આપવામાં મદદ મળશે. RDIF વિશ્વભરમાં સ્પુતનિક 5નું માર્કેટિંગ કરી રહ્યું છે અને આ ક્રમમાં તેણે 5 મોટા ભારતીય નિર્માતાઓ સાથે વાર્ષિક 85 કરોડથી વધુ વેક્સિન ડોઝ તૈયાર કરવાની સમજુતિ કરી છે.

આ સિવાય રશિયા ફાર્માક્યૂટિકલ ફર્મ ફર્માસિન્ટેજે સોમવારે કહ્યું કે, રશિયાની સરકારની મંજૂરી મળતા તે મેના અંત સુધી ભારતને રેમડેસિવિર એન્ટીવાયરલ ડ્રગના એક મિલિયન પેકને મોકલવા માટે તૈયાર છે. મેક્સિકોની સરકાર દ્વારા તે પુષ્ટિ કરવામાં આવી ચુકી છે કે દેશમાં ઉપયોગ કરવામાં આવેલી બધી વેક્સિનમાં સૌથી સુરક્ષિત સ્પુતનિક વી છે.

નોંધનીય છે કે, ભારત હાલ મહામારીના પ્રકોપનું સામનો કરી રહ્યું છે. અહીંયા હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ સહિતના મેડિકલ સાધનોની અછત સર્જાઇ છે ત્યારે ભારતના આ સંકટના સમયમાં બ્રિટન, અમેરિકા સહિતના અનેક દેશો ભારતની વહારે આવ્યા છે અને સહાયતા પહોંચાડી રહ્યા છે.

(સંકેત)