Site icon Revoi.in

નાગાલેન્ડ કાંડ: પોલીસે સુરક્ષા દળો વિરુદ્વ નોંધાવી FIR, આરોપ લગાવ્યો કે નાગરિકોની ઇરાદપૂર્વક કરાઇ હત્યા

Social Share

નવી દિલ્હી: નાગાલેન્ડના મોન જીલ્લામાં સુરક્ષાદળો દ્વારા સામાન્ય નાગરિકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા. આ મામલે હવે પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્વ FIR નોંધી છે. નાગાલેન્ડ પોલીસના આર્મી યુનિટની વિરુદ્વ પોતાની પ્રાથમિક આરોપ લગાવ્યો છે કે, સેના દળે આસામ સીમા પાસે નાગાલેન્ડના મોન જીલ્લાના ઓટિંગમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો. જેના પરિણામે 13 નાગરિકોનાં મોત થયા. FIRમાં પોલીસે બીજી તરફ એવો પણ આરોપ લગાવ્યો છે કે, સુરક્ષા દળોનો ઇરાદો નાગરિકોની હત્યા કરવાનો હતો.

રાજ્ય પોલીસ દ્વારા દાખલ કરાયેલ FIRમાં કહેવામાં આવ્યું છે કે, ધ્યાન આપવું જોઇએ કે ઘટના સમયે કોઇ પોલીસ માર્ગદર્શક નહોંતો અને ન સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓની વિરુદ્વ ઓપરેશન માટે સ્ટેશન પાસેથી ગાઇડ પૂરી પાડવાની માંગ કરી.

ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થયા છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. પોલીસે રવિવારે જણાવ્યું કે શક્ય છે કે ગોળીબારની પહેલી ઘટના કદાચ ખોટી ઓળખનો મામલો હતો. આ બાદ થયેલી હિંસામાં એક સૈનિકનું મોત થયું છે.

મહત્વનું  છે કે મોન જિલ્લાના ઓટિંગમાં તીરું ગામમાં હુમલાખોરોએ પિકઅપ ટ્રક પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે સાંજે ચાર વાગ્યાની છે પર્ણતુ જ્યારે આ લોકો ઘરે પહોંચ્યા તર ત્યારે ગામમાંથી કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા, લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો લોહી લુહાણ હાલતમાં લોકોના શબ વિખરાયેલા પડ્યા હતા.