Site icon Revoi.in

વિશ્વમાં ભારતીય વેક્સિન છે સૌથી સસ્તી તો ચીનની વેક્સિન છે સૌથી મોંઘી

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં ભારતથી લઇને બ્રિટન, અમેરિકા, ચીન, રશિયા, ઇઝરાયલ વગેરે દેશોનો સમાવેશ થાય છે. માનવજાતના ઇતિહાસમાં આટલા મોટા પાયે રસીકરણ અભિયાન પહેલાં ક્યારેય થયું નથી. લોકો પહેલાની માફક કોઇપણ જાતના ડર વગર જીવી શકે તે માટે વેક્સિનેશન દ્વારા મહામારીનો અંત લાવવા તમામ દેશો કાર્યરત છે.

આ પરિસ્થિતિ વચ્ચે વેક્સિન તમામ લોકો સુધી પહોંચે તે ખૂબ જ આવશ્યક છે. લોકો વેક્સિન લગાવડાવી શખે તે માટે તેની કિંમત પણ પરવડે તેવી હોય તે જરૂરી છે. કેટલીક કંપનીઓની વેક્સિન ખૂબ સસ્તી છે તો સામે કેટલીક કંપનીઓની વેક્સિન ખૂબ જ મોંઘી છે. તેમાં ભારતની વેક્સિનને વિશ્વમાં સૌથી સસ્તી માનવામાં આવે છે જ્યારે ચીનની વેક્સિન સૌથી મોંઘી છે.

ભારતમાં હાલમાં જે બે વેક્સિન (કોવિશિલ્ડ અને કોવેક્સિન)નો ઉપયોગ થઇ રહ્યો છે તે વિશ્વમાં સૌથી સસ્તી હોવાનું મનાય છે. સરકારે આ વેક્સિનની મહત્તમ કિંમત 250 રૂપિયા પ્રતિ ડોઝ નિર્ધારિત કરી છે. જો કે, સાઉદી અરબ તેમજ દક્ષિણ આફ્રિકામાં કોવિશીલ્ડ વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 390 રૂપિયા જેવી છે. જ્યારે બ્રાઝિલમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત આશરે 370 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

બીજી તરફ અમેરિકી કંપની ફાઇઝરે જે કોરોના વેક્સિન તૈયાર કરી છે તેની કિંમત પ્રતિ ડોઝ 1400 રૂપિયા કરતા પણ વધારે છે. જ્યારે યુરોપિયન યુનિયન દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન (mRNA-1273)ની કિંમત પ્રતિ ડોઝ આશરે 1300 રૂપિયા છે. રૂસની સ્પૂતનિક-વી વિશ્વની પ્રથમ પંજીકૃત કોરોના વેક્સિન છે. તેના પ્રત્યેક ડોઝની કિંમત આશરે 730 રૂપિયા જાહેર કરાઇ છે. જો ચીનની વેક્સિન કોરોનાવૈકની વાત કરીએ તો તેના પ્રત્યેક ડોઝની કિંમત આશરે 2,200 રૂપિયા છે.

(સંકેત)