Site icon Revoi.in

કન્ફર્મ ટિકિટ રદ કરતા પહેલા જાણો આ નિયમો, આટલું રિફંડ મળશે

Social Share

નવી દિલ્હી: જો તમે પણ ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યું છે પરંતુ કોઇ કારણોસર હવે ટિકિટ રદ્દ કરાવવા માંગો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. જો તમે ટિકિટ રદ્દ કરતા પહેલા રેલવેના આ ખાસ નિયમો જાણો છો, તો તમે ઘણા રૂપિયાની બચત કરી શકો છો.

ટિકિટ રદ્દ કરતા પહેલા તમારા માટે સમયનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે. જો તમે ટ્રેનના પ્રસ્થાનની 30 મિનિટ પહેલા બૂક કરેલી ટિકિટ કેન્સલ કરો છો. તો તમને ટિકિટના મૂલ્યનું થોડું રિફંડ મળે છે, પરંતુ જો 30 મિનિટથી ઓછો સમય બાકી હોય તો તમને કંઇ મળશે નહીં.

રિઝર્વેશન ક્લાસ અને સમય અનુસાર કેન્સલેશન ચાર્જ બદલાય છે. આવી સ્થિતિમાં, કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવા પર તમને કેટલું રિફંડ (Refund Rules) મળશે તેની સંપૂર્ણ માહિતી પણ erail.in પરથી લઈ શકાય છે. Erail.inના હોમ પેજ પર રિફંડ વિભાગ છે જેમાં રિફંડ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી છે. તમે અહીં તમામ માહિતી મેળવી શકો છો.

જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોય અને તમે ટ્રેનમાં રિઝર્વ્ડ ટિકિટ રદ કરવા માગતા હોવ, પરંતુ ટ્રેન રવાના થવામાં 4 કલાકથી પણ ઓછો સમય બાકી છે, તો તમને રિફંડ તરીકે કઇ મળશે નહીં. જો તમારી પાસે 4 કલાકથી વધુ સમય બાકી છે, તો તમે 50 ટકા સુધી રિફંડ મેળવી શકો છો.

જો ટિકિટ કન્ફર્મ (Confirm Ticket) છે અને ટ્રેન ઉપડવાના 12 કલાકથી 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રેલવે દરેક મુસાફર પર ટિકિટના મૂલ્યના ઓછામાં ઓછા 25 ટકા અથવા કેન્સલ કરવા પર પ્રતિ પેસેન્જર 60 રૂપિયામાંથી જે પણ વધારે હશે તે ચાર્જ કરશે.

જો તમારી ટિકિટ કન્ફર્મ થઈ જાય અને ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા ટિકિટ રદ થઈ રહી હોય, તો રેલવે ટિકિટ ક્લાસ પ્રમાણે અલગ અલગ ચાર્જ વસૂલે છે. સેકન્ડ ક્લાસ ટિકિટ રદ કરવા પર, મુસાફર દીઠ 60 રૂપિયા, સેકન્ડ ક્લાસ સ્લીપર પર 120 રૂપિયા, AC-3 પર 180 રૂપિયા, AC-2 પર 200 રૂપિયા અને ફર્સ્ટ AC એક્ઝિક્યુટિવ ક્લાસ પર 240 રૂપિયા કાપવામાં આવે છે.