1. Home
  2. Tag "tickets"

‘ટ્રેન દુર્ઘટના બાદ હજારો લોકોએ ટિકિટ કેન્સલ કરાવી’,કોંગ્રેસના દાવા પર રેલવેએ આપ્યો આ જવાબ

દિલ્હી : ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે કોંગ્રેસના દાવાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટના બાદ હજારો લોકોએ તેમની ટિકિટો રદ કરી છે. કોંગ્રેસના ટ્વીટનો જવાબ આપતા IRCTCએ કહ્યું કે આ દાવો ખોટો છે. રદ કરવાની સંખ્યામાં વધારો થયો નથી. વાસ્તવમાં, શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં […]

રેલવેની મોટી નિષ્ફળતા! ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે ગયા વર્ષે 2.7 કરોડ મુસાફરો નથી કરી શક્યા મુસાફરી

દિલ્હી : દેશમાં વ્યસ્ત રૂટ પર ટ્રેનની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ગત નાણાકીય વર્ષમાં કુલ 2.7 કરોડ મુસાફરોને વેઇટિંગ ક્લાસ ટિકિટના કારણે મુસાફરી કરવાની તક મળી ન હતી. માહિતી અધિકાર (RTI) અરજી હેઠળ માંગવામાં આવેલી માહિતી પરથી આ માહિતી સામે આવી છે. આ મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં વેઇટિંગ ક્લાસની ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે કુલ […]

કોગ્રેસમાં વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે દાવેદારોની વણઝાર, કિસાન કોંગ્રેસે 8 ટિકિટ માગી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. એકાદ મહિનામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની વિધિવત જાહેરાત પણ થઈ જશે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ત્યારે પક્ષમાં ટિકિટના દાવેદારોની વણઝાર લાગી ગઈ છે. યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ. મહિલા કોંગ્રેસ, […]

રાજકોટના રામવનમાં જવા માટે બાળકોએ રૂપિયા 10 અને મોટેરાઓએ 20ની ટિકિટ લેવી પડશે

રાજકોટઃ શહેરના આજીડેમ પાસે કિસાન ગૌશાળા નજીક 14 કરોડના ખર્ચે 47 એકર ફોરેસ્ટ અર્બન જગ્યામાં રાજ્યનું પ્રથમ રામ વન બનાવવામાં આવ્યું છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાતમ-આઠમના તહેવારો દરમિયાન શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. તહેવારો પૂર્ણ તથા મ્યુનિ. દ્વારા ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 3 થી 10 વર્ષના બાળકોની રૂ.10 અને વયસ્કોની રૂ.20 પ્રવેશ […]

ભાવનગર રેલવેની ટિકિટ ચેકિંગ ઝૂંબેશ, 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલાયો

ભાવનગરઃ ટ્રેનોમાં ખાસ કરીને જનરલ કોચમાં ટિકિટ લીધા વિના કેટલાક લોકો પ્રવાસ કરતા હોય છે. રેલવે દ્વારા સમયાંતરે ટિકિટ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ભાવનગર રેલવે ડિવિઝનમાં સતત સઘન ટીકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જેમાં મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલવામાં […]

પશ્ચિમ રેલવે: અમદાવાદ વિભાગે ટિકિટ વગર ફરતા લોકોને કર્યો દંડ, ટિકિટ દલાલી કરતા લોકો પણ ઝડપ્યા

ઓક્ટોબર મહિનામાં ટિકિટ ચેકિંગમાં નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ વિભાગ ટિકિટ વગર ફરતા લોકોને કર્યો દંડ અમદાવાદ ડિવિઝનને અંદાજે રૂ. 1 કરોડ 80 લાખની આવક અમદાવાદ:સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઑક્ટોબર મહિનામાં અમદાવાદ ડિવિઝનના ટિકિટ ચેકિંગ વિભાગને અંદાજે રૂ. 1 કરોડ 80 લાખની આવક થઈ હતી, જેમાં ટિકિટ વગર, અનિયમિત ટિકિટો, દલાલો દ્વારા છેતરપિંડી અને સ્ટેશન પર અનઅધિકૃત વિક્રેતાઓ સામે સઘન […]

ICC T20 WORLD CUP: ભારત-પાકિસ્તાન મેચને લઇને દર્શકોમાં રોમાંચ, માત્ર 1 કલાકમાં જ ટિકિટ વેચાઇ ગઇ

ICC T 20 વર્લ્ડકપમાં 24 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન ટકરાશે આ અગાઉ મેચની બધી જ ટિકિટો માત્ર 1 કલાકમાં જ વેચાઇ ગઇ દર્શકોમાં પણ આ મેચ અગાઉ રોમાંચ જોવા મળી રહ્યો છે નવી દિલ્હી: ICC T 20 વર્લ્ડકપ માટે 24 ઑક્ટોબરનો દિવસ ખૂબ જ મહત્વૂપર્ણ બની રહેશે. કારણ કે આ જ દિવસે એકબીજાના કટ્ટર દુશ્મન એવા ભારત-પાકિસ્તાન […]

કન્ફર્મ ટિકિટ રદ કરતા પહેલા જાણો આ નિયમો, આટલું રિફંડ મળશે

જો તમે ટ્રેન ટિકિટ રદ્દ કરાવવા ઇચ્છો છો તો પહેલા આ નિયમો વાંચી લો આ નિયમો વાંચીને તમે પૈસા બચાવી શકો છો કેટલુ રિફંડ મળશે એ પણ જાણી લો નવી દિલ્હી: જો તમે પણ ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યું છે પરંતુ કોઇ કારણોસર હવે ટિકિટ રદ્દ કરાવવા માંગો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. જો તમે […]

ભારતથી કેનેડાની સીધી ફ્લાઈટ્સ ન હોવાથી વિદ્યાર્થીઓ ટિકિટનું ડબલ ભાડુ ચૂકવવા મજબુર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ હજુ વિદેશી ફ્લાઈટ્સનું આવાગમન શરૂ થયુ નથી. તેથી કેનેડામાં અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડને કારણે કેટલાક દેશોમાં સીધી ફ્લાઈટની કનેક્ટિવિટી શરૂ થઈ નથી. એવામાં કેનેડા કે જ્યાં ગુજરાત અને દેશભરમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે. […]

વાવાઝોડાને લીધે ટ્રેનો રદ કરાતા બુકિંગ થયેલી ટિકિટોનું રૂપિયા 4.2 કરોડનું રિફંડ ચુકવવું પડશે

અમદાવાદઃ કોરોના અને તાઉ-તે વાવાઝોડાએ જોહેર પરિવહન ક્ષેત્રને પણ સારૂએવું નુકશાન કર્યું છે. જેમાં અનેક ટ્રેનો કેન્સલ કરવાની ફરજ પડી હતી. વાવાઝોડા દરમિયાન ટ્રેન અને પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો કેન્સલ કરી દીધી હતી. 15 મેથી 21 મે સુધી રેલવેએ 56 જેટલી ટ્રેનો કેન્સલ કરતા પેસેન્જરોએ ટિકિટ કેન્સલ કરાવી રિફંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code