- ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા પંજાબ સરકારનો મહત્વનો નિર્ણય
- વી કે ભવરાને રાજ્યના નવા DGP બનાવ્યાં
- સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને સ્થાને વી કે ભવરાને બનાવ્યા નવા ડીજીપી
નવી દિલ્હી: આજે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઇ રહ્યું છે ત્યારે તે પહેલા પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચન્ની સરકારે સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને DGP પદેથી હટાવ્યા છે.
પંજાબની સરકારે અગત્યનો નિર્ણય લીધો છે અને ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા DGP સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને હટાવીને VK ભવરાને નવા DGP બનાવ્યાં છે. 1987ની બેચના IPS અધિકારી વી કે ભવરાએ રાજ્યના નવા ડીજીપી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
આપને જણાવી દઇએ કે ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા ચન્ની સરકારે નવા ડીજીપીના નામ પર મહોર લગાવી હતી. ભવરા 2019માં પણ એડીજીપી પંજાબ તરીકે ચૂંટણી કરાવી ચૂક્યા છે. તેમની આગેવાનીમાં જ પંજાબ પોલીસ આગામી વિધાનસભા ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.
નોંધનીય છે કે, 4 જાન્યુઆરીએ પંજાબમાં કાયમી DGP તરીકે ત્રણ અધિકારીઓની નામની પેનલ મોકલી હતી. સૂત્રો અનુસાર, પેનલ અંગે શુક્રવારે રાત્રે 1 વાગ્યે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, ઉપમુખ્યમંત્રી સુખજિંદર રંધાવા, મુખ્ય સચિવ અનિરુદ્વ તિવારી અને ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અનુરાગ વર્માની વચ્ચે લાંબી બેઠક થઇ હતી અને ચર્ચા વિચારણા થઇ હતી.