Site icon Revoi.in

વાંચો આ રેલવે સ્ટેશન વિશે જ્યાં તમારે મહારાષ્ટ્રથી ટિકિટ લઇને ગુજરાતથી ટ્રેન પકડવી પડશે

Social Share

નવી દિલ્હી: અત્યારસુધી તમે અનેક દેશોની સરહદો અડી અડીને હોય અને બોર્ડર પારસ્પરિક જોડાયેલી હોય તેવી અનેક તસવીરો જોઇ હશે. પરંતુ શું તમે ક્યારેક ભારતનું એક રેલવે સ્ટેશન દેશના બંને રાજ્યોમાં હોય તેવું સાંભળ્યું છે? ચોંકી ગયા ને? જો કે આ હકીકત છે. ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે જેનો અડધો હિસ્સો ગુજરાતમાં અને અડધો હિસ્સો મહારાષ્ટ્રમાં છે.

અહીંયા એક વધુ રસપ્રદ વાત એ છે કે આ રેલવે સ્ટેશન પર એક ખુરશી પણ રાખવામાં આવી છે જેનો અડધો હિસ્સો ગુજરાતમાં અને અન્ય મહારાષ્ટ્રમાં છે. અહીંયા સાંભળીને વિચિત્ર લાગે છે કે આ સત્ય છે. તો અહીંયા કામગીરી કેવી રીતે થાય છે તે અંગે જાણવું પણ રસપ્રદ છે.

આ અનોખું રેલવે સ્ટેશન નવાપુર છે. નવાપુર રેલવે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રથી જોડાયેલું છે. એ જ કારણોસર તેનો એક હિસ્સો નવાપુરમાં અને એક હિસ્સો મહારાષ્ટ્રમાં છે.

આ રેલવે સ્ટેશન સુરત-ભુસાવલ લાઇન પર છે જ્યાં સ્ટેશનની લાઇન બે રાજ્યોમં વિભાજીત છે. અડધુ સ્ટેશન મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લામાં આવે છે અને અડધુ ગુજરાતના તાપી જીલ્લામાં પડે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના વિભાજન સમયે આ સ્ટેશન બની ચૂક્યું હતું અને વિભાજન બાદ પણ આ સ્ટેશનમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો.

આ રેલવે સ્ટેશન પર જ્યાં ટ્રેન ઉભી હોય છે તે ગુજરાતમાં હોય છે. બીજી તરફ ક્લેરિકલ કામ મહારાષ્ટ્રના ક્ષેત્રમાં થાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો રેલવે સ્ટેશનનો પ્લેટફોર્મ વાળો હિસ્સો ગુજરાતમાં છે અન ઓફિસનો હિસ્સો મહારાષ્ટ્રમાં છે. આમ તો નવાપુર રેલવે સ્ટેશન મહારાષ્ટ્રના હિસ્સામાં આવે છે.

આ રેલવે સ્ટેશન પર ચાર અલગ અલગ ભાષામાં સૂચનાઓ આપવામાં આવે છે. અહીંયા હિંદી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષામાં સૂચનાઓ આપવામાં આવે છે. એવામાં આ સ્ટેશન વધુ ખાસ બને છે. અહીંયા તમારે ટિકિટ મહારાષ્ટ્રમાં લેવાની રહેશે અને ટ્રેન ગુજરાતથી પકડવાની રહેશે.