Site icon Revoi.in

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ ડીપી પાંડેએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા દેશના CDS જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક વિવાદિત અને અસંવેદનશીલ ટિપ્પણીઓ અને પ્રતિભાવો સામે આવ્યા હતા. જેમાંથી કેટલાક વિરુદ્વ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ વચ્ચે લેફ્ટેનન્ટ જનરલ ડીપી પાંડેએ કહ્યું કે, દેશના જવાનની શહાદત પર સૌથી વધુ ખુશ કોણ થાય છે. તેમણે આવા લોકોએ દેશ માટે સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા છે.

લેફ્ટેનન્ટ જનરલ ડીપી પાંડેએ કહ્યું કે, દેશના સૌથી મોટા દુશ્મન તો સફેદપોશ આતંકીઓ છે. તેઓ આપણા જવાનની શહાદત પર ખુશ થાય છે. કાશ્મીરમાં કોઇપણ જવાન કે યુવાનના મોતથી દેશના દુશ્મનો ખુશ જ થાય છે. તેમાંથી એક મોટો સમૂહ છે જેમને હું સફેદપોશ આતંકવાદી કહું છું.

આ પ્રકારના કૃત્યો કરનારા લોકો પર રોષ ઠાલવતા તેઓએ ઉમેર્યું કે, આ પ્રકારના લોકો સમાજનો સૌથી ખતરનાક હિસ્સો છે. આ લોકો છે જે આસપાસના છોકરાઓને ભેગા કરે છે, આતંકવાદી બનાવે છે અને જ્યારે તેઓ મરે છે ત્યારે સૌથી વધુ ખુશ થાય છે.

નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે અનેક લોકોએ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. દેશ માટે આ સૌથી મોટી દુ:ખદ ક્ષણોમાં પણ આ પ્રકારના લોકો આવી ઘૃણાસ્પદ હરકતો કરતા જોવા મળ્યા.