Site icon Revoi.in

દેશના અનેક રાજ્યોએ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન એકમ સ્થાપવા ટેસ્લા માટે લાલ જાજમ પાથરી

Social Share

નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી ટેસ્લા માટે ભારતના અનેક રાજ્યોએ લાલ જાજમ પાથરી છે. તેલંગણા બાદ હવે મહારાષ્ટ્ર અને પંજાબ સરકારે પણ પોતાના રાજ્યોમાં ઉત્પાદન એકમો સ્થાપિત કરવા માટે એલન મસ્કને આમંત્રિત કર્યા છે.

મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગણા ઉપરાંત પશ્વિમ બંગાળે પણ મસ્કને પ્લાન્ટ સ્થાપવમાં મદદની ખાતરી આપી છે. તેના પછી તામિલનાડુ મસ્કને તેને ત્યાં પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ આપનારું પાંચમું રાજ્ય બન્યું છે. તેની સાથે તેમણે મસ્કને રીન્યુએબલ એનર્જીમાં સરકાર સાથે ભાગીદાર થવાની ઓફર પણ કરી છે.

પંજાબ પ્રદેશ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્વુએ પણ લુધિયાણા ખાતે એકમ ઊભું કરવા મસ્કને આમંત્રણ આપ્યું છે. પશ્વિમ બંગાળ સરકાર તરફથી પણ મસ્કને પોતાના રાજ્યમાં એકમ સ્થાપવા માટેની અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ તમિલનાડુના પ્રધાન થંગમ થેનારસુએ કહ્યું કે, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના કુલ રોકાણમાં તમિલનાડુનો હિસ્સો 34 ટકા છે.

આપને જણાવી દઇએ કે, થોડાક સમય પહેલા ટેસ્લાના CEO એલન મસ્કે ભારતમાં પોતાના વાહનો લૉંચ કરવામાં અનેક પડકારો હોવાનું કહેવામાં આવ્યા બાદ દેશના અનેક રાજ્યોએ મસ્ક માટે લાલ જાજમ પાથરી છે.

મહારાષ્ટ્રના એક પ્રધાન જયંત પાટિલે મસ્કને આમંત્રણ આપતા લખ્યું કે, મહારાષ્ટ્ર, ભારતનું એક પ્રગતિશીલ રાજ્ય છે. ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે અમે તમને દરેક જરૂરી સહયોગ પૂરો પાડીશું. અમે તમને મહારાષ્ટ્રમાં તમારો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રિત કરીએ છીએ.

નોંધનીય છે કે, ટેસ્લા ભારતમાં જ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને અને અહીંથી જ તેની નિકાસ કરે એમ સરકાર ઇચ્છી રહી છે જ્યારે ટેસ્લા પહેલા ભારતમાં પોતાના વાહનો માટેની બજાર ઊભી કરવા માગે છે અને બાદમાં ઇલેક્ટ્રિક વાહન પરની 100 ટકા જેટલી આયાત ડ્યૂટી ઘટાડવા માગ કરી રહી છે.