Site icon Revoi.in

ભારતીય સેનાનું સામર્થ્ય વધશે, 4960 મિલાન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ્સની ખરીદીને મહોર

Social Share

નવી દિલ્હી: ભારતીય સેનાનું સામર્થ્ય વધારવા તેમજ તેને વધુ મજબૂત બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર દ્વારા હથિયારોની પૂરજોશમાં ખરીદી ચાલી રહી છે.

આ હથિયારોની ખરીદીના ભાગરૂપે રક્ષા મંત્રાલયે હવે 1188 કરોડ રૂપિયાના 4960 મિલાન-2T એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. મહત્વની વાત એ છે કે, આ મિસાઇલ્સનું નિર્માણ ભારતમાં જ થવાનું છે. ભારતની જ કંપની તેનું નિર્માણ કરશે. આ માટે ફ્રાંસની ફર્મે લાઇસન્સ પણ આપી દીધું છે.

આપને જણાવી દઇએ કે આ મિસાઇલ્સ ખરીદવાનો સોદો લાંબા સમયથી વિલંબમાં પડ્યો હતો. તેના માટે સતત પ્રયાસ કરાઇ રહ્યા હતા. જો કે તેના ઉત્પાદનમાં વિલંબ થઇ રહ્યો હતો. હવે ભારતમાં જ તેના ઉત્પાદનના કારણે સરકારના મેક ઇન ઇન્ડિયાન કેમ્પેઇનને પણ વેગ મળશે. આ માટે સરકારે ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે કરાર કર્યા છે.

મિસાઇલ્સની ખાસિયત વિશે વાત કરીએ તો એન્ટી ટેન્ક મિસાઇલ બખ્તરબંધ વાહનોને પણ ફૂંકી મારવા માટે ઉપયોગમાં લેવાય છે અન ભારતે જે મિસાઇલ માટે સોદો કર્યો છે તે થર્ડ જનરેશનની છે. આ મિસાઇલને જમીન પરથી અથવા વ્હીકલ પરથી લોન્ચ કરી શકાય છે.

(સંકેત)