Site icon Revoi.in

મોદી સરકારનો મહત્વનો નિર્ણય, મેડિકલ કોર્સમાં OBCને 27% તેમજ EWSને 10% અનામત મળશે

Social Share

નવી દિલ્હી: મેડિકલ લાઇનમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ હવે જારી કરવામાં આવ્યો છે. ખાસ કરીને અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે અનામત લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સ્નાત અને અનુસ્નાતક મેડિકલ/ડેન્ટલ કોર્સ (MBBS/MD/MC/DIPLOMA/BDS/MDS) માટે 27 ટકા તેમજ EWS કોટામાં 10 ટકા અનામત મળશે. આ સ્કીમ 2021-22ના સત્રથી લાગૂ થશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર આશરે 5550 વિદ્યાર્થીઓને આ યોજનાથી લાભાન્વિત થશે. કેન્દ્ર સરકારે પછાત વર્ગો અને EWSને અનામતનો ફાયદો આપવા માટે પોતાની પ્રતિબદ્વતા જાહેર કરી હતી. તેને લાગૂ કરવા માટે પીએમ મોદીએ થોડા સમય પહેલા સમીક્ષા બેઠક પણ કરી હતી.

નોંધનીય છે કે nda ના અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના સાંસદોના એક પ્રતિનિધિ મંડળે બુધવારે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે અખિલ ભારતીય ચિકિત્સા શિક્ષણ કોટામાં ઓબીસી અને આર્થિક રીતે પછાલ વર્ગના ઉમેદવારો માટે અનામત લાગૂ કરવાની માંગ કરી હતી.