Site icon Revoi.in

ચોંકાવનારી ઘટના! સીબીઆઇની કસ્ટડીમાંથી જ 102 કિલો સોનું ગાયબ, મદ્રાસ હાઇકોર્ટે આપ્યો તપાસનો આદેશ

Social Share

ચેન્નાઇ: તામિલનાડુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. તામિલનાડુમાં સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થઇ જવાની ચકચારી ઘટના બની છે.

આ ઘટના બાદ મદ્રાસ હાઇકોર્ટે સ્થાનિક પોલીસને આ આખી ઘટનાની તપાસ નહીં કરાવવાની સીબીઆઇની અરજી ફગાવી દીધી હતી અને સીબી-સીઆઇડીને આ કેસની FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.

આ જે સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થયું છે તેની બજારભાવે કિંમત 43 કરોડ રૂપિયા થવા જાય છે. કોર્ટે કહ્યું કે આ સીબીઆઇની અગ્નિપરીક્ષા છે. આમાં અમે કશુ કરી શકીએ એમ નથી. સીતામાતાની જેમ તમારા હાથ સ્વચ્છ હશે તો તમારે ચિંતા કરવાનું કોઇ કારણ નથી. તમારા જ હાથ આ ઘટનામાં ખરડાયેલા હશે તો તમારે જવાબ આપવો પડશે.

નોંધનીય છે કે સીબીઆઇએ રાષ્ટ્રીય કક્ષાની સીબીઆઇ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ કરાવવાની વિનંતી કોર્ટમાં કરી હતી. એના જવાબમાં જસ્ટિસ પી એન પ્રકાશે કહ્યું કે કાયદો અમને એમ કરવાની છૂટ આપવા દેતો નથી. તમારે પોલીસ તંત્ર પર ભરોસો રાખવો જોઇએ. સીબીઆઇ અલગ છે અને સ્થાનિક પોલીસ સીબીઆઇની તપાસ ના કરી શકે એવી માન્યતા ભૂલભરેલી છે.

(સંકેત)